Connect Gujarat
Featured

નર્મદા: "ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો, અનુસૂચિ 5 બચાવો"ના નારા સાથે BTPની જંગી રેલી

નર્મદા: ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો, અનુસૂચિ 5 બચાવોના નારા સાથે BTPની જંગી રેલી
X

નર્મદા જિલ્લામાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે વિરોધ વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવાદ વધતા સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ પણ કરી દીધી છે. ત્યારે ડેડીયાપાડામાં BTPએ "ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો, અનુસૂચિ 5 બચાવો"ના નારા સાથે જંગી રેલીનું આયોજન કર્યું હતું.

BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં જંગી જાહેરસભાને સંબોધી હતી. ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે મૂડીવાદીઓનું આદિવાસીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે બાપ-દીકરા જેમ છે. કોંગ્રેસે વર્ષો સુધી રાજ કરી આદીવાસીઓનું શોષણ કરી ભાજપને જન્મ આપી દીકરા તરીકે દેશનું રાજ સોંપ્યું છે. ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ થઈ રહી છે. 121 ગામોને વિસ્થાપિત કરી મોટી હોટેલો, રિસોર્ટના નામે આદિવાસીઓની જમીન સરકાર હડપી લેવાનું કામ કરી રહી છે. BTP આ મુદ્દે પીછે હટ નહી કરે તેમજ આવનારા સમયમાં BTP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પણ લડશે. BTP અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા ગુજરાતમાં AIMIM સાથે ગઠબંધન બાદ જીતનો દાવો પણ કર્યો હતો. જોકે આજે પણ આદિવાસી રિતિરિવાઝ મુજબ દેશી દારૂનો અભિષેક ચઢાવી જાહેરસભાની શરૂઆત કરી હતી જેની જિલ્લા કારોબારી સભ્યએ પણ પુષ્ટિ કરી હતી.

Next Story