Connect Gujarat
દેશ

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને 'હાઇ ગ્રેડ કેન્સર', ટ્વિટ થકી આપી જાણકારી

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને હાઇ ગ્રેડ કેન્સર, ટ્વિટ થકી આપી જાણકારી
X

સોનાલી બેન્દ્રે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઇમેજ ધરાવે છે

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે બહેલને 'હાઇ ગ્રેડ કેન્સર' થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જોકે સોનાલી બેન્દ્રેએ જાતે જ તેનાં ટ્વિટર પેજ પર આ વિશે માહિતી આપી આ સમાચારની પુષ્ટિ કરી હતી. ટ્વિટ કરતા સાથે એક મેસેજ પણ લખ્યો હતો.

https://twitter.com/iamsonalibendre/status/1014400756223479808

સોનાલી બેન્દ્રેનો જન્મ 1 જાન્યુઆરી, 1975નાં રોજ થયો હતો. હાલમાં સોનાલી ઉંમર માત્ર 43 વર્ષ છે. તેમણે વર્ષ 2002માં ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા હતાં. લગ્નજીવનમાં તેમને એક દીકરો છે. તેમનો પરિવાર અને મિત્રો હાલમાં સોનાલીની દેખરેખ કરી રહ્યાં છે. સોનાલી બેન્દ્રે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઇમેજ ધરાવે છે.

Next Story