Connect Gujarat
સમાચાર

ભરૂચ : ઓસારાનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર “મંગળવાર”ના રોજ બંધ, જુઓ માઈભક્તોએ કેવી રીતે કર્યા દર્શન ..!

ભરૂચ : ઓસારાનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર “મંગળવાર”ના રોજ બંધ, જુઓ માઈભક્તોએ કેવી રીતે કર્યા દર્શન ..!
X

ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આમ તો સામાન્ય દિવસોમાં મંદિર માત્ર મંગળવારના રોજ જ ખુલે છે, ત્યારે આજે મંગળવાર હોવાથી માઈ ભક્તોનું દર્શનાર્થે પહોચ્યા હતા. પરંતુ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હોવાથી મંદિર બંધ રાખવામાં આવ્યું છે.

ભરૂચ શહેરથી અંદાજીત 16 કિલોમીટરનાં અંતરે આવેલું ઓસારા ગામનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તો માટે આસ્થાનું સ્થાનક છે. અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પદયાત્રા કરીને પણ આવે છે. કહેવાય છે કે, દર મંગળવારે પાવાગઢથી મહાકાળી માતાજી ઓસારા પધારે છે, તેવી લોક માન્યતા છે. જે ભક્તો મહાકાળી માતામાં શ્રદ્ધા રાખીને દર્શન અર્થે આવે છે તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે, અને દુખીઓનાં દુઃખ માતાજીના દર્શન માત્રથી દૂર થતા હોવાની શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે. આ ઉપરાંત મંગળવારનું વ્રત કરીને પણ શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લિન બને છે. તેથી મંગળવારના રોજ માતાજીના દર્શન અર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે, ત્યારે આજે મંગળવાર હોવાથી કેટલાક માઈભક્તોનું દર્શનાર્થે મહાકાળી મંદિરે પહોચ્યા હતા. પરંતુ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હોવાથી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જેના કારણે મંદિરની બહારથી દર્શન કરી ભક્તો પરત ફર્યા હતા.

માત્ર ભરૂચ જ નહિ પરંતુ સમગ્ર રાજ્યભરમાંથી ભક્તો ઓસારા તીર્થભૂમિ પર બિરાજમાન મહાકાળી માતાનાં દર્શન અર્થે આવીને માતાની ભક્તિમાં તરબોળ બને છે. વહેલી સવારે માતાજીની બાવનીથી ઓસારા મંદિરમાં પૂજાવિધિનો પ્રારંભ થાય છે. જેમાં ભક્તો પણ બાવની અને આરતીનો લ્હાવો લઈ માતાજીની ભક્તિમાં લિન બને છે. જોકે હાલ કોરોના વાયરસના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મંગરવાર દરમ્યાન મોટી સંખ્યામાં લોકો મંદિરમાં એકત્રિત થતાં હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાની સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ વધવાની શક્યતાઓ રહેલી છે. જેથી શ્રદ્ધાળુઓના આરોગ્યની જાળવણી માટે મંદિર પરિસરમાં ભક્તો માટે પ્રવેશબંધી રાખવામાં આવી છે. પરંતુ ધાર્મિક આસ્થા જળવાઇ રહે તે માટે વિશ્વશાંતિ મહાકાળી માતા મંદિર દ્વારા માઇભક્તો બહારથી જ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story