Connect Gujarat
Featured

ભરૂચ: ચાર નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, જૂઓ કેટલા ઉમેદવારો મેદાને

ભરૂચ: ચાર નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, જૂઓ કેટલા ઉમેદવારો મેદાને
X

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હોય ભરૂચ જીલ્લામાં યોજાનાર 4 નગર પાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફોમ ચકાસણી બાદ આજરોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ભરૂચ જીલ્લામાં ભરૂચ અંકલેશ્વર જંબુસર અને આમોદ એમ ચાર નગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ચારેય નગર પાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સૌ પ્રથમ વાત કરીયે ભરૂચ નગર સેવા સદનની તો ભરૂચ નગર સેવા સદનની ચૂંટણમાં 157 ફોમ માન્ય રહ્યા હતા જે પૈકી 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 11 વોર્ડની 44 બેઠક પર 149 ઉમેદવારો મેદાનમાં છે. આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના 4,અપક્ષના 3,એન.સી.પી. અને કોંગ્રેસનાં એક-એક ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. વોર્ડ નંબર 3માં કોંગ્રેસનાં ઉમેદવાર મંજુલા જાવિયાએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે

હવે વાત કરીયે અંકલેશ્વર નગર સેવા સદનની તો અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં કુલ 107 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા જે પૈકી આજરોજ 6 ફોર્મ પરત ખેંચાતા હવે નગર પાલિકાની 36 બેઠક પર 101 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પહેલેથી જ એક બેઠક ગુમાવી છે.વોર્ડ નંબર 6માં કોંગ્રેસનાં ઉમેદવાર અંજના પરમારનું ફોર્મ રદ્દ થતાં ભાજપને એક બેઠક મળી છે

હવે વાત જંબુસર નગર પાલિકાની તો જંબુસર નગર પાલિકાની ચૂંટણીમાં કુલ 122 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા જે પૈકી કુલ 7 વોર્ડમાં 16 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે નગર પાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર 106 ઉમેદવાર મેદાને રહ્યા છે

આમોદ નગર પાલિકાની વાત કરવામાં આવે તો આમોદ નગર પાલિકાની ચૂંટણીમાં કુલ 85 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા અને આજે 4 ફોર્મ પરત ખેંચાતા નગર પાલિકાના 6 વોર્ડની 24 બેઠક પર 81 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે

Next Story