ભરૂચ નર્મદા નદીનાં પાણી સુકાતા મકરસંક્રાંતિમાં સ્નાન માટે શ્રધ્ધાળુઓમાં મુંજવણ

New Update
ભરૂચ નર્મદા નદીનાં પાણી સુકાતા મકરસંક્રાંતિમાં સ્નાન માટે શ્રધ્ધાળુઓમાં મુંજવણ

નર્મદા નદીમાં પાણી છોડવાનાં અભાવે બંને કાંઠે વહેતી નદી આજે સુકાઈ ગઈ છે, જેના કારણે નર્મદા સ્નાન અર્થે આવતા લોકોમાં રોષ જોવા મળી રહયો છે.

નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં ન આવતા ડાઉન સ્ટ્રીમમાં નદી મૃત:પાય અવસ્થામાં જોવા મળી રહી છે. હોડી સેવા બંધ થતાં કબીરવડ ખાતે આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

નર્મદા ડેમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે જીવાદોરી સાબિત થયો છે પણ ભરૂચનાં ડાઉન સ્ટ્રીમનાં 120 કિમી થી વધારેનાં વિસ્તાર માટે સમસ્યા ઉભી કરી રહયો છે.

ભરુચ જિલ્લાનાં પ્રવાસન ધામ કબીરવડ ખાતે મઢી ઘાટ થી પાણી અત્યારે દુર વહી રહયા છે. જેના કારણે પ્રવાસન ઉદ્યોગને ભારે નુકશાન થયું છે. અને કબીરવડની મુલાકાતે આવતા સહેલાણીઓને નવકા વિહાર કરાવતા નાવિકોની રોજીરોટીનો પ્રશ્ન પણ ઉભો થયો છે.

વધુમાં મકરસંક્રાંતિમાં પણ નર્મદા સ્નાન અર્થે શ્રધ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નર્મદા નદીમાં પાણીનું સ્તર ઘટવાનાં કારણે શ્રધ્ધાળુઓ માટે નર્મદા સ્નાન પણ અશક્ય બન્યું હોવાનો અહેસાસ તેઓ કરી રહ્યા છે. અને નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા વહેલી તકે નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ પણ શ્રધ્ધાળુઓ કરી રહ્યા છે.

Latest Stories