Connect Gujarat
ગુજરાત

ભરૂચ : લોકડાઉનમાં મળેલી છુટછાટ અંગે એસપી સહિતના અધિકારીઓ સાથે કરી ચર્ચા

ભરૂચ : લોકડાઉનમાં મળેલી છુટછાટ અંગે એસપી સહિતના અધિકારીઓ સાથે કરી ચર્ચા
X

દેશમાં

લોકડાઉનના બીજા તબકકા વચ્ચે અમુક છુટછાટ આપવામાં આવી છે ત્યારે ઔદ્યોગિક હબ ગણાતા

ભરૂચની વડોદરાના રેન્જ આઇજી અભય ચુડાસમાએ મુલાકાત લીધી હતી.

ભરૂચ

જિલ્લામાં સોમવારના રોજ રાજય સરકારની છુટછાટ બાદ જનજીવન આંશિક રીતે ધબકતું થયું

છે. એક તરફ લોકડાઉન ચાલી રહયું છે અને બીજી તરફ છુટછાટમાં કોઇ અનિચ્છનીય બનાવ ન

બને તે માટે વડોદરા રેન્જના આઈ.જી.અભય ચુડાસમાએ પોલીસની કામગીરીનું નિરિક્ષણ

કર્યું હતું. તેમની સાથે ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, ડીવાયએસપી ડી.પી.વાઘેલા સહિતના ઉચ્ચ

પોલીસ અધિકારીઓ જોડાયાં હતાં. અભય ચુડાસમાએ ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોની

મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે છુટછાટ વચ્ચે પણ લોકડાઉનના કડક અમલ

તેમજ સોશિયલ ડીસ્ટન્સીંગ, પોલીસ

અધિકારીઓ તથા કર્મચારીઓની સુરક્ષા માટે લેવાયેલા પગલાં સહિતની બાબતોની માહિતી

મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચમાંથી કોરોના વાયરસના 23 પોઝીટીવ કેસ મળી આવ્યાં બાદ શહેર તેમજ

જિલ્લાના 12 જેટલા

વિસ્તારોને કન્ટેઇન્ટમેન્ટ એરિયા જાહેર કરાયાં છે જયાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરી

કોરોના વાયરસનું સંક્રમણ રોકવા તેમણે સ્થાનિક અધિકારીઓને સુચના આપી હતી.

Next Story