Connect Gujarat
Featured

ભરૂચ : વરસતા વરસાદ વચ્ચે ભીના લાકડામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા કોવિડ સ્મશાનના સ્વયંસેવકો

ભરૂચ : વરસતા વરસાદ વચ્ચે ભીના લાકડામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા કોવિડ સ્મશાનના સ્વયંસેવકો
X

ભરૂચ જીલ્લામાં વરસતા વરસાદ વચ્ચે પણ વિવિધ હોસ્પીટલમાં કોરોનાની સારવાર દરમ્યાન જીવ ગુમાવતા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ભીના લાકડામાં 7 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાતા સ્મશાનના સ્વયંસેવકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ભરૂચ જીલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ દિવસેને દિવસે દમ તોડી રહ્યા છે, ત્યારે વિવિધ હોસ્પીટલોમાં કોરોનાની સારવાર દરમ્યાન જીવ ગુમાવતા 7 જેટલા દર્દીઓના મૃતદેહને કોવીડ સ્મશાનના સ્વયંસેવકો વરસતા વરસાદ વચ્ચે પણ અંતિમ સંસ્કાર કરતા જોવા મળ્યા હતા.

ભરૂચ ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે આવેલા કોવીડ સ્મશાનમાં વરસતા વરસાદ અને ભીના લાકડા હોવા છતાં 7 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વયંસેવકોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ પોતાની માનવતાને ઉજાગર કરી ભીના લાકડામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. જોકે આ રીતે અંતિમ સંસ્કાર કરવાથી ધણીવાર મૃતદેહોને અધૂરો અગ્નિદાહ મળે છે. ભરૂચમાં એક તરફ મેઘમહેર છે, તો બીજી તરફ નર્મદામાં વધતા જળસ્તરના કારણે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની સમસ્યા પુનઃ એકવાર સર્જાઈ હોય તેવી સ્મશાનના સ્વયંસેવકોમાં દહેશત વર્તાઈ રહી છે.

Next Story