Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સતત ફરજશીલ પોલીસ કર્મચારીઓને વિતરિત કરાયાં ઇમ્યુનીટી બુસ્ટર

ભરૂચ : સતત ફરજશીલ પોલીસ કર્મચારીઓને વિતરિત કરાયાં ઇમ્યુનીટી બુસ્ટર
X

ભરૂચ જિલ્લા

પોલીસ દ્વારા પોલીસ જવાનોના પરિવારોને કોરોના વાયરસથી રક્ષણ આપવા માટે

રોગપ્રતિરોધક શક્તિ વધારે તેવા ઇમ્યુનિટી બુસ્ટરનું વિતરણ કરાયું હતું.

ભરૂચ

જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ

ચોવીસ કલાક ખડેપગે પોતાની ફરજ નિભાવી રહી છે. ભરૂચ શહેર અને તાલુકાના ગામડાઓ અને

નેશનલ હાઈવે પોલીસ પોઈન્ટ ઉપર પરિવારથી દૂર રહી ઉનાળાના તડકામાં પોલીસ કર્મચારીઓ

ફરજ બજાવી લોકડાઉનનો અમલ કરાવી રહયાં છે. પ્રીત હોમીઓપેથી ક્લિનિકના ડોક્ટર

દંપતીના સહયોગથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ જવાનો તથા તેમના કુટુંબીજનો

માટે 2700 જેટલા

ઇમ્યુનિટી બુસ્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story