Connect Gujarat
Featured

મહીસાગર : સંતરામપુરની સુરેખાબા હોસ્પિટલમાં પોલીસકર્મીઓએ કરી તોડફોડ, તબીબ અને તેમના પત્ની ભયના ઓથાર હેઠળ

મહીસાગર : સંતરામપુરની સુરેખાબા હોસ્પિટલમાં પોલીસકર્મીઓએ કરી તોડફોડ, તબીબ અને તેમના પત્ની ભયના ઓથાર હેઠળ
X

રાજયમાં પોલીસની બર્બરતાના એક પછી એક કિસ્સા સામે આવી રહયાં છે ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર હોવાની ઉક્તિ ખોટી સાબિત થતી હોય તેમ લાગી રહયું છે. મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં પોલીસ કર્મચારીઓએ તબીબ સાથે અણછાજતું વર્તન કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવની ગંભીરતા પારખી જિલ્લા પોલીસવડાએ પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાયાં છે જયારે છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયાં છે.

અમરેલી અને અમદાવાદ હવે સંતરામપુરમાં પોલીસની બર્બરતા સામે આવી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી સુરેખાબા હોસ્પિટલના નીચે રોડની બાજુમા શોષ ખાડાની કામગીરી કરવામાં આવી હતી.ત્યાં સંતરામપુરના ટ્રાફિક પોલીસ જમાદાર તેમજ ટી.આર.પી. જવાનો દ્વારા સુરેખાબા હોસ્પિટલ પાસે જઈને ડોક્ટરને નીચે બોલાવીને કહયું કે તારી સામે એફ.આઈ.આર. છે તને પકડવા માટે આવ્યા છીએ. ત્યારે ડોક્ટર જણાવ્યુ હતુ કે મને ગીરફતાર કરવાનો ઓર્ડર આપો.આ બાબતે સંતરામપુરના ટ્રાફિક પોલીસ જમાદાર તેમની સાથે ઝગડો કરી હાથાપાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત છોડાવવા માટે પડેલા રાહદારીઓને પણ ટી.આર.પી. ના જવાનોએ માર માર્યો હતો. તબીબ પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાં દોડી ગયાં હતાં. પોલીસે તેમના મકાનમાં તથા દવાખાનામાં પણ તોડફોડ કરી હતી. પોલીસે તબીબીની પત્ની અને બાળક સાથે પણ ઝપાઝપી કરી હોવાના આક્ષેપો થયાં છે. બનાવની જાણ થતાં જીલ્લા પોલીસવડાએ બે ટીઆરબી જવાનને રૂખસદ આપી દીધી છે જયારે 6 પોલીસ કોન્સટેબલને સસ્પેન્ડ કરી દેવાયાં છે અને પીઆઇની બદલી કરી દેવાય છે. હાલ સમગ્ર કિસ્સો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે

Next Story