Connect Gujarat
Featured

રશિયામાં બનેલ રસી ટુંક સમયમાં ભારત આવશે : રાજનાથ સિંહ

રશિયામાં બનેલ રસી ટુંક સમયમાં ભારત આવશે : રાજનાથ સિંહ
X

કોરોના રસીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ટૂંકમાં જ ભારતમાં રશિયામાં બનેલ કોરોના રસી આવી જશે. જણાવીએ કે, રશિયામાં કોરોનાની રસી સ્પૂતનિક 5 ટૂકમાં જ તૈયાર થઈ જશે. લખનઉના કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે, સૌથી પહેલા કોરોનાની લડાઈમાં મોટી ભૂમિકા ભજવનાર હેલ્થ વર્ક્રસને રસીના ડોઝ આપવામાં આવશે. રાજનાથ સિંહે એ પણ કહ્યું કે, રસી આપવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું કે, ભારતીય રસી પણ તૈયાર થઈ રહી છે. આ મામલે ટેસ્ટ અને ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. નોંધનીય છે કે, સંરક્ષણ મંત્રી મંગળવારે કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સીટના 114માં અને 115માં સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વિશ્વ સમજી ગયું છે કે આ મહામારી દરમિયાન અસલી સુપરમેમ અને વંડર વુમન આપણા ડોક્ટર છે, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ છે. અમે તેમની સેવા માટે હંમેશા તેમના આભારી રહીશું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 1981ના ફ્લૂની યાદ અપાવતા કહ્યું કે, માટે જ પ્રધાનમંત્રીના ધ્યેય વાક્ય ‘જ્યારું સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલ નહીં’ના મંત્રીને દરેક વ્યક્તિએ અપનાવવો જોઈએ. 2020ની આ જંગ એટલા માટે પણ અનોખી છે કારણ કે તેમાં દુશ્મન અદ્રશ્ય છે. ડોક્ટરોની મહેનતથી કોરોના સામેની જંગ જીતવામાં સફળતા મળી રહી છે.

તેમણે કહ્યું કે, બ્રિટેનમાં નવા સ્ટ્રેનની જાણકારી મળી છે. એવામાં આપણે વધારે સાવચેત રહેવાની જરૂરત છે. આ એક ગંભીર મુદ્દો છે. જ્યાં સુધી વિશ્વના દરેક વ્યક્તિને રસી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, સરકાર દરેક સ્તર પર સક્રિય છે. ટૂંકમાં જ કોરોનાથી બચવા માટે રસીકરણ શરૂ થઈ જશે.

Next Story