રાજકોટ મહાનગર પાલિકા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી સહેલાણીયો બન્યા આકર્ષણનું કેન્દ્ર

New Update
રાજકોટ મહાનગર પાલિકા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી સહેલાણીયો બન્યા આકર્ષણનું કેન્દ્ર

ગુજરાત પ્રવાસન વિભાગ અને રાજકોટ મહાનગર પાલિકાનાં સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો છે. જેમાં અલગ અલગ 12 દેશ માંથી 36 પતંગબાજો અને ભારતનાં અલગ અલગ રાજ્યો માંથી 18 પતંગબાજો ભાગ લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે.

જેમાં વિદેશી યુવક-યુવતીઓએ રંગબેરંગી પતંગો ઉડાડી આકર્ષણ જમાવ્યુ છે. એક વિદેશીએ તો અલગ પ્રકારની જ ફીરકીથી પતંગ ઉડાડતા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એક જ દોરીમાં 150 પતંગ એક સાથે ચગાવાતા દર્શકોએ કુતુહલ પૂર્વક મજામાણી હતી.

પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશ માંથી મોટી સંખ્યામાં પતંગબાજોનું રજિસ્ટ્રેશન ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં અલગ અલગ 12 દેશો માંથી રાજકોટમાં પતંગ ચગાવવા માટે આવ્યા છે.

જેમાં કંબોડિયા, કોરિયા, લેટવિયા, ઇસ્ટોનિયા, લેબનોન, મલેશિયા, નેધરલેન્ડ, તુર્કી, સિંગાપોર, સ્વિત્ઝર્લેન્ડ, ઇઝરાઇલ, બ્રાઝિલના પતંગબાજો આવ્યા છે. રાજકોટમાં સવારે 9 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પતંગ ઉત્સવનો પ્રારંભ થયો હતો. આ પતંગોત્સવમાં નેશનલ પતંગબાજો પણ ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને વેસ્ટ બંગાળ માંથી 18 પતંગબાજો પતંગ ચગાવી રહ્યા છે.

Latest Stories