Connect Gujarat
ગુજરાત

રાજકોટ સ્ટેટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહજીનો થશે રાજ્યભિષેક

રાજકોટ સ્ટેટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહજીનો થશે રાજ્યભિષેક
X

રાજકોટ

સ્ટેટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહજીની તિલક વિધિ આગામી ૩૦

જાન્યુઆરીના રોજ વસંત પંચમીના દિવસે થશે. ત્યારે આ કાર્યક્રમના ઉપક્રમે ભારતભરમાં

છેલ્લા કેટલાય દાયકાઓથી યોજાયેલ રાજસૂય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ સતત

ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, સંતો મહંતો સહિત અનેક સ્ટેટના ઠાકોર

સાહેબ પણ હાજરી આપશે.

ગત વર્ષે

રાજવી પરિવારના મોભી મનોહર સિંહ જાડેજાનું થયું હતું અવસાન

ગત વર્ષે

રાજકોટ રાજ પરિવારના મોભી તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ નાણા - આરોગ્ય પ્રધાન મનોહર

સિંહ જાડેજા નું અવસાન થતાં તેમના દીકરા માંધાતા સિંહજી ને ઠાકોર સાહેબ ની પદવી

આપવામાં આવી હતી. જો કે આગામી ૩૦ જાન્યુઆરીના રોજ શાસ્ત્રોક્ત વિધિ થી તેમનું

રાજતિલક કરવામાં આવશે.

રણજીત

વિલાસ પેલેસમાં યોજાશે જાજરમાન કાર્યક્રમો

ત્યારે

આગામી ૨૮ જાન્યુઆરીથી લઈ 30 જાન્યુઆરી

સુધી અને એક જાજરમાન કાર્યક્રમો થશે. રાજમાતા માન કુમારી બાના આશીર્વાદ સાથે

માંધાતા સિંહજી ઠાકોર સાહેબ નું પદગ્રહણ કરશે. ત્યારે કનેક્ટ ગુજરાત સાથે ની

વાતચીતમાં માંધાતા સિંહજી એ જણાવ્યું હતું કે રાજતિલક ની વિધિમાં રાજ્યના

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આમંત્રણ આપવામાં આવ્યું છે તો સાથોસાથ દેશના જુદા જુદા

રજવાડાઓના રાજા તેમજ પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજ્યાભિષેક

નિમિત્તે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહી તલવાર રાસ માં પણ ભાગ લેશે.

તદુપરાંત રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે સર્વ સમાજના લોકો એકઠા થઇ દીપ પણ

પ્રગટાવશે. તો સાથે જ રાજતિલક ની વિધિ પૂર્વે પૂજ્ય મોરારીબાપુ સવિશેષ પધારીને આશીર્વાદ

આપશે.

૩૦૦ જેટલા

બ્રાહ્મણો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે અપાશે યજ્ઞમાં આહુતિ

રાજ પરિવાર દ્વારા રાજસૂય યજ્ઞના

આચાર્ય તરીકે કૌશિકભાઈ ને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીતમાં આચાર્ય કૌશિક ભાઈએ

જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવતમ્ માં જે ઉલ્લેખ છે તે પ્રમાણે મહાભારતના યુદ્ધ

બાદ પાંડવપુત્ર ને જ્યારે ગાદી સોંપવામાં આવી તે સમયે આ પ્રકારનો યજ્ઞ કરવામાં

આવ્યો હતો. શાસ્ત્રમાં રાજાને ચારેય વર્ણ ના પિતા તરીકે ગણવામાં આવ્યા છે. યજ્ઞ

વિધિ દ્વારા જો રાજ્ય અભિષેક કરવામાં આવે તો દેવતાઓ રાજાના અસ્તિત્વમાં પ્રવેશે

છે. યજ્ઞ અને સમગ્ર વિધિ દ્વારા રાજાને એવું વર મળે છે કે એમના રાજ્યની પ્રજા ચોરી

લૂંટફાટ દુષ્કાળ જેવી આફતો થી મુક્ત રહે છે. 300 જેટલા બ્રાહ્મણો ચારેય વેદોના

મંત્રોચ્ચાર સાથે આહુતિ આપશે માંધાતા સિંહજી પર ગંગાજળ દ્વારા અભિષેક કરાશે. ૨૮મી

તારીખે ઉત્સવ યજ્ઞનો પ્રારંભ થશે, જળયાત્રા તેમજ રાજાની નગર યાત્રા નીકળશે. ૨૯મી તારીખ ના રોજ પણ જુદી જુદી વિધિ

શરૂ રહેશે તો 30મી

તારીખના રોજ માંધાતા સિંહજી ની રાજતિલક ની વિધિ થશે

Next Story