Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ ધોળા દિવસે યુવતી પાસેથી થઈ 5.30 લાખની લૂંટ

રાજકોટઃ ધોળા દિવસે યુવતી પાસેથી થઈ 5.30 લાખની લૂંટ
X

આંગડીયાપેઢીમાંથી નાણા ઉડાપી દુકાને જઈ રહેલી યુવતી બની લૂંટારૂઓનો ભોગ

રાજકોટમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. ચોરી, લૂંટ-ફાટ અને હત્યા જેવા બનાવો દિન દહાડે બની રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટ શહેરના મઘ્યવિસ્તાર ગણાતા એવા અખાભગતના ચોક પાસે આરસી આંગડીયા પેઢીમાંથી કિંજલ મણિયાર નામની યુવતી 5 લાખ 30 હજાર ઉપાડી પોતાની દુકાને જઈ રહી હતી. ત્યારે બે અજાણ્યા શખ્સો દ્વારા તેના ગળાના ભાગે અને હાથના ભાગે છરીના ઘા ઝીંકી રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલિસ, એસોજી અને ક્રાઈમ બ્રાંચ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કબ્જે કર્યા હતા. તેમજ સીસીટીવીના આધારે પોલિસે આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી હતી.

Next Story