Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં નવરાત્રીમાં અઘોર નગારાનાં રાસે રમઝટ બોલાવી

રાજકોટમાં નવરાત્રીમાં અઘોર નગારાનાં રાસે રમઝટ બોલાવી
X

રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબા મંડળોની બાળાઓ દ્વારા વાતાવરણમાં ભક્તિ પ્રસરી ઉઠે તેવા ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે. અને અઘોર નગારા રાસમાં યુવતીઓએ ગુગળનાં ધૂપ સાથે ધુણતા ધુણતા ગરબે રમી હતી.

રાજકોટ શહેરમાં ઠેર ઠેર પ્રાચીન ગરબાનો દબદબો છે. ત્યારે શહેરના હનુમાન મઢ્ઢી ચોક પાસે આવેલ યુવક ગરબા મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

નવરાત્રીનાં ચોથે નોરતે આ ગરબા મંડળની બાળાઓ દ્વારા લેવામાં આવેલા ભૂવારાસ અને અઘોર નગારા રાસને જોઇને લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. ભૂવારાસમાં ગુગળનો ધૂપ કરી ધૂમાડાના ગોટેગોટા વચ્ચે બાળાઓએ ધૂણીને ગરબે રમી હતી ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ અને આ રાસ જોવા માટે લોક ટોળું ઉમટી પડયુ હતુ.

Next Story