New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/hqdefault-25.jpg)
ઉતરાયણનાં તહેવારને આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં એક ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી છે. જે અંતર્ગત શહેરનાં પ્રહલાદનગર વિસ્તારમાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનનાં અધિકારીઓએ પ્રતિબંધિત ચાઈનીસ તુકલ્લો પકડી પાડયા હતા.
આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા ચાઈનીસ દોરી અને ચાઈનીઝ તુકલ્લો અંગે બહાર પાડવામાં આવેલ જાહેરનામાનાં ભંગ સબબ ગુનો નોંઘી કાર્યવાહી પણ કરવામા આવી હતી. બીજી તરફ શહેરનાં બી ડિવિઝન, ભક્તિનગર પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તેમજ માલવિયા નગર પોલીસ સ્ટેશન દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
વધુમાં નવાગામમાં આવેલ ગોડાઉન માંથી કુવાડવા પોલીસે 8 જેટલા કાર્ટુન ભરેલી ચાઈનીસ દોરી તેમજ તુકલ્લ ઝડપી પાડયા હતા.
Latest Stories