Connect Gujarat
ગુજરાત

રાજયમાં 4 હજારથી વધારે ઉદ્યોગો થયા ચાલુ, ભરૂચના 450 ઉદ્યોગોનો પણ સમાવેશ

રાજયમાં 4 હજારથી વધારે ઉદ્યોગો થયા ચાલુ, ભરૂચના 450 ઉદ્યોગોનો પણ સમાવેશ
X

રાજયના અર્થતંત્રને ધબકતું કરવા માટે રાજયમાં સોમવારના રોજથી શહેરી વિસ્તારોની બહાર આવેલાં 4 હજાર જેટલા ઉદ્યોગો શરૂ થઇ ચુકયાં છે અને તેમાં ભરૂચ જિલ્લાના 450 જેટલા ઉદ્યોગોનો પણ સમાવેશ થવા જાય છે.

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ઉભી થયેલી સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અનેક વિધ નિર્ણયો લઇ રહયાં છે જે લોકો માટે બહુઉપયોગી સાબિત થઇ રહયાં છે. તેમણે સમગ્ર કામગીરીના સુચારૂ સંકલન અને આયોજન માટે આઠ જેટલા આઇએએસ અધિકારીઓની નિમણુંક કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોમવારથી મહાનગરપાલિકા-નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ એકમો ભારત સરકારના દિશાનિર્દેશોને આધિન રહીને શરૂ કરવામાં આવ્યાં છે. જે અન્વયે અમદાવાદ જિલ્લામાં ૭૦૦, રાજકોટ જિલ્લામાં ૬૦૦, સુરત જિલ્લામાં ૧પ૦, કચ્છ જિલ્લામાં ૭પ૦, વડોદરા જિલ્લામાં ર૦૦ અને મોરબીમાં ૪૦૦ તેમજ ભરૂચ જિલ્લામાં ૪પ૦ ઊદ્યોગો કાર્યરત થયા છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં અંત્યોદય ૬૬ લાખ ગરીબ પરિવારો જે NFSA અંતર્ગત અનાજ મેળવે છે તેમના બેન્ક ખાતામાં આર્થિક આધાર રૂપે ૧ હજાર રૂપિયા રાજ્ય સરકાર જમા કરાવશે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં દાહોદ, છોટાઉદેપૂર, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આવા લાભાર્થીઓના બેન્ક ખાતામાં DBTથી સહાય જમા કરાવવાના ભાગરૂપે ૬.પ૦ લાખ રૂપિયા જમા કરાવાયા છે.

Next Story