Connect Gujarat
દેશ

રાજયસભાની ચુંટણી : ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જયોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશથી ઉમેદવાર

રાજયસભાની ચુંટણી : ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જયોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશથી ઉમેદવાર
X

દિલ્હીમાં બુધવારના રોજ રાજકીય ચહલપહલ જોવા મળી હતી. કોંગ્રેસ છોડીને જયોતિરાદિત્ય સિંધિંયા ભાજપમાં સામેલ થઇ ગયાં છે જયારે ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. ચુંટણી સમિતિની બેઠક બાદ રાજયસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં અભય ભારદ્રાજ અને રમીલાબેન બારા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા જયોતિરાદિત્ય સિંધિંયાને મધ્યપ્રદેશમાંથી રાજયસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. આસામમાંથી ભુવેનેશ્વર કાલિતા, બિહારમાંથી વિવેક ઠાકુર, ઝારખંડમાંથી દિપક પ્રકાશ, મણીપુરમાંથી લીએ સેબા મહારાજા, મહારાષ્ટ્રમાંથી શ્રીમંત ઉદયના રાજે ભોંસલે, રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોટ, મહારાષ્ટ્રમાંથી રામદા આઠવલે અને આસામમાંથી બુસ્વજીત ડાયમરીનો સમાવેશ થવા જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયસભાની ખાલી પડનારી 55 બેઠકો માટે 26મી માર્ચના રોજ ચુંટણી યોજાવાની છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ધારાસભ્યોની સંખ્યાના આધારે ભાજપ અને કોંગ્રેસના ફાળે બે- બે બેઠકો આવી શકે છે. કોંગ્રેસમાં ભાંગફોડ કરી ભાજપ ત્રીજો ઉમેદવાર ઉભો રાખે તેવી શકયતાઓ હતી. ગુજરાતમાંથી ભાજપે બંને નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે.

Next Story