Connect Gujarat
Featured

રાજ્યમાં આજે 316 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 335 લોકોને કરાયા ડિસ્ચાર્જ

રાજ્યમાં આજે 316 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 335 લોકોને કરાયા ડિસ્ચાર્જ
X

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 316 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 9 મહીના બાદ પ્રથમ વખત કોરોના સંક્રમણથી એકપણ મોત નથી થયું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.00 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 335 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,53, 703 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3450 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 3417 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4387 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 316 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 72, વડોદરા કોર્પોરેશનમાં 67, સુરત કોર્પોરેશનમાં 39, રાજકોટ કોર્પોરેશનમાં 35, વડોદરામાં 12, રાજકોટ 10, કચ્છ 8, સુરત 8, મહેસાણા 7, જામનગર કોર્પોરેશન 6, ગાંધીનગર અને જૂનાગઢ 5-5 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 3,00,755 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે હેલ્થ કેર વર્કર સિવાય ફ્રન્ટલાઈનન વર્કરોને પણ રસીકરણમાં આવરી લેવાયા છે.

Next Story