Connect Gujarat
ગુજરાત

વડોદરાના નવા મેયર ડો. જીગીશાબહેન શેઠ, ડે. મેયર ડો. જીવરાજ ચૌહાણ

વડોદરાના નવા મેયર ડો. જીગીશાબહેન શેઠ, ડે. મેયર ડો. જીવરાજ ચૌહાણ
X

સાંજે 5 કલાકે કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી

વડોદરા મહાનગર સેવા સદનના મેયરનો અઢિ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા મેયરની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મેયર પદે ડો. જીગીશાબહેન શેઠ અને ડેપ્યુટી મેયર પદે ડો. જીવરાજ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્થાયી સમિતીના અધ્યક્ષ પદે સતીષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. સાંજે 5 કલાકે કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી.

મહાનગર પાલિકામાં અઢી વર્ષ સુધી સ્થાયી સમિતીના ચેરમેન તરીકે સફળ કામગીરી કરનાર ડો. જીગીશાબહેન શેઠની ભાજપા દ્વારા મેયર પદ માટે પસંદગી કરવામાં આવી હતી. વર્તમાન મેયર ભરત ડાંગર અને ડે. મેયર યોગેશ પટેલ (મુક્તિ)એ નવા મેયર અને ડે. મેયરને વિધીવત ચાર્જ સુપ્રત કર્યો હતો. મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની સત્તાવાર જાહેરાત થયા બાદ સાથી કાઉન્સિલરો, કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પક્ષના શુભેચ્છક કાર્યકરોએ તેમજ વિરોધ પક્ષના કાઉન્સિલરોએ પણ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

નોંધનીય છે કે, વડોદરા મોવડી મંડળ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેન માટે જે ચાર નામો મોકલવામાં આવ્યા હતા. આજે બપોરે મનુભાઇ ટાવર ખાતે મળેલી પક્ષની મિટીંગમાં ત્રણે મહત્વના હોદ્દા માટેના નામો નક્કી થઇ જતા અટકળોનો અંત આવી ગયો હતો. આ ઉપરાંત પક્ષના દંડક અલ્પેશ લીંબાચીયા અને દંડક પદે કેતન બ્રહ્ણભટ્ટની પસંદગી કરવામાં આવી છે. આ સાથે સ્થાયી સમિતીના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Next Story