Connect Gujarat
ગુજરાત

વડોદરામાં નાતાલ પર્વમાં મોંઘવારી વેપારીઓ માટે નિરાશાનું કારણ બની

વડોદરામાં નાતાલ પર્વમાં મોંઘવારી વેપારીઓ માટે નિરાશાનું કારણ બની
X

વડોદરામાં જ્યાં એક તરફ લોકો ક્રિસમસ ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે અને સાન્ટા તેમના માટે ભેટ સોગાદ લાવશે તેવી પરિકલ્પનાં સાથે આનંદિત છે, ત્યારે એક વર્ગ એવો પણ છે કે મોંઘવારી અને જીએસટી તેમના માટે નિરાશાનું કારણ બન્યા છે.

વડોદરાનાં નગરજનો ક્રિસમસ તહેવારની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, અને સાન્ટા ક્લોઝ તેમના માટે ભેટ સોગાદો લાવશે તેવી કલ્પનાઓને લઈને રોમાંચિત છે, પરંતુ એક એવો પણ વર્ગ છે જેઓ માટે જીએસટી અને મોંઘવારી પરેશાનીનું કારણ બન્યા છે.

વડોદરાનાં રસ્તાઓનાં કિનારે પરપ્રાંતિય ગરીબ લોકો સાન્ટા ક્લોઝ સહિતની વસ્તુઓનું વેચાણ કરવા પરિવાર સાથે આવ્યા છે. મધ્યમવર્ગીય લોકો મોટેભાગે તેમની પાસેથી જ ખરીદી કરતા હોય છે.

આ વેપારીઓ રાજસ્થાનનાં સવાઈ માધોપુરનાં છે, અને આશરે 100 જેટલા પરિવારો અહીં આવી સાન્ટા ક્લોઝનાં ડ્રેસ સહિતની અન્ય વેરાયટીઓ વેચી રહ્યા છે. ગત વર્ષે પણ તેઓ આવ્યા હતા અને તેમાં તેઓ સારા પ્રમાણમાં નફો પણ મેળવ્યો હતો. અને આ આશા સાથે તેઓ આ વર્ષે પણ આવ્યા પરંતુ આ વર્ષે જીએસટીનો અમલ થતા બધી વસ્તુઓનાં ભાવમાં ધરખમ વધારો થયો છે.

જેને લઈને તેઓના વેપારમાં પણ ઘટાડો થયો છે, અને નજીવા માર્જિને તેઓ ચીજ વસ્તુઓ ભારે હૈયે વેચી રહ્યા છે. પ્રહલાદ નામનાં વેપારીએ જણાવ્યુ હતુ કે તેઓ દિલ્હી થી માલ ખરીદે છે અને બાદમાં વડોદરા આવી ટ્રાન્સપોર્ટનો ચાર્જ લગાડી વેચાણ કરી નફો કમાય છે. અને સીઝનલ પેટીયું રળી ગુજરાન ચલાવે છે, પરંતુ આ વખતે જીએસટીને કારણે ભાવ વધતા ખુબ ઓછું વેચાણ થયું છે જેના કારણે અમને પરત ઘેર જવા લાયક પણ નફો થયો નથી.

Next Story