Connect Gujarat
ગુજરાત

વડોદરામાં ફાઈન આર્ટસનાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાતા ગરબાની છે એક અલગઓળખ

વડોદરામાં ફાઈન આર્ટસનાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાતા ગરબાની છે એક અલગઓળખ
X

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનાં ગરબા અનોખી રીતે થાય છે. દેશ વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ પણ આ ગરબા રમવા માટે અહીં આવતા હોય છે. ફેકલ્ટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભેગા મળીને ગરબાનું આયોજન કરે છે. મહત્વની વાત એ છે કે આ ગરબાના સ્ટેપ એકદમ અલગ અને ખૂબ જ અઘરા હોય છે.

આ ગરબામાં માત્ર ફાઇન આર્ટસ ફેકલ્ટીનાં જ વિદ્યાર્થીઓ ગરબા કરતા હોય છે, જેમાં બહારના લોકોને પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. ખૂબ જ હર્ષોલ્લાસ વાતાવરણમાં વિદ્યાર્થીઓની ચિચિયારીઓ સાથે યોજાતા આ ગરબાનું એક અનેરું મહત્વ રહ્યું છે. ગરબાની રમઝટ બોલવતા વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ એક અલગ અંદાજમાં નજરે પડ્યા હતા.

એમ એસ યુનિવર્સિટીની નામાંકિત ફાઇન આર્ટસ ફેકલ્ટીના ગરબાની વાત જ નિરાલી છે. નવરાત્રીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પરંપરાગત પ્રાચીન ઢબે રમાતા ગરબા છે.ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં છેલ્લા 40 વર્ષોથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. માત્ર ઢબૂકતા ઢોલ અને કાંસા ના તાલનાં સથવારે ગરબાનું આયોજન થાય છે. બીજા કોઈ વાંજીત્રોનો કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો નથી. પોતાની આગવી સ્ટાઇલમાં યોજાતા આ ગરબાનું ઘેલું સમગ્ર વડોદરાવાસીઓ ને હોય છે.

આ પ્રખ્યાત ગરબા નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.અહીં ભણવા આવતા દેશ વિદેશનાં વિદ્યાર્થીઓ પણ અહીં ગરબા મન મૂકી ને રમે છે. ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં બહારના વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરતા હોય છે. આ વિદ્યાર્થીઓને પણ ગરબાનું ઘેલું લાગે છે. તેઓ સમગ્ર નવરાત્રી દરમિયાન ગરબાની રમઝટ બોલાવે છે.અને ગરબામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અહીંનાં ગરબા શીખવા માટે એક મહિના અગાઉથી પ્રેક્ટિસ કરે છે. નવરાત્રીમાં નવ દિવસ રોજ અવનવી અને વિવિધ વેશભૂષા પહેરીને ગરબે રમે છે.

ગરબાનાં સુર પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ રેલાવે છે, અને ખાસ કરીને પ્રાચીન ગરબા જ ગાવામાં આવે છે.

Next Story