Connect Gujarat
ગુજરાત

વરસાદને પગલે મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેનોનું ટાઈમ ટેબલ ખોરવાયું

વરસાદને પગલે મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેનોનું ટાઈમ ટેબલ ખોરવાયું
X

મુંબઈથી અમદાવાદ તરફ આવતી આશરે ૮ જેટલી ટ્રેનો તેના નિર્ધારીત સમય કરતા મોડી

મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અંધેરી સ્ટેશન નજીક ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે મુંબઈમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. મુંબઈ લોકલ ટ્રેન વ્યવહાર ખોરંભાયો છે. મુંબઈથી ગુજરાત તરફ આવી રહેલી ટ્રેનોનું ટાઈમ ટેબલ ખોરવાયું છે.

મુંબઈથી અમદાવાદ તરફ આવતી આશરે ૮ જેટલી ટ્રેનો તેના નિર્ધારીત સમય કરતા મોડી ચાલી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગઈ કાલે મુંબઈના માટુંગા, સાયન, થાણે સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હતાં. તે દરમિયાન જ અંધેરી સ્ટેશન નજીક ઈસ્ટર્ન અને વેસ્ટર્ન રેલવેને જોડતો એક ફૂટ ઓવર બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ફૂટ ઓવર બ્રિજનો કાટમાળ રેલવેના પાટા પર પડ્યો હતો. જોકે રેલવે એ કાટમાળ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ વરસાદ વરસી રહેલો હોવાના કારણે કામગીરીમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે.

આમ બ્રિજ ધરાધાયી થયા બાદ તેનો કાટમાળ હટાવવાની કામગીરીની અસર ટ્રેન વ્યવહાર પર પડી રહી છે. મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનોનું ટાઈમ ટેબલ ખોરંભાયું છે. દુરંતો એક્સપ્રેસ, ગુજરાત મેલ, બાન્દ્રા ભાવનગર, ત્રીવેન્દ્રમ – વેરાવળ, દાદર – ભુજ, સૌરાષ્ટ્ર મેલ, લોકશક્તિ, અરવલ્લી એક્સપ્રેસ સહિતની 8 જેટલી ટ્રેનો તેના નિર્ધારીત સમય કરતા મોડી ચાલી રહી છે.

આ તમામ ટ્રેનો તેના નિર્ધારીત સમય કરતા લગભગ ૮ કલાક જેટલી મોડી ચાલી રહી છે. આમ એક તરફ વરસાદ અને બીજી બાજુ ટ્રેનોનું ટાઈમ ટેબલ ખોરવાતા મુસાફરોને બેવડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Next Story