Connect Gujarat
Featured

વલસાડ : અમેરિકન બનાવટની પિસ્તોલ સાથે આરોપીની LCB એ કરી ધરપકડ, 40 જીવતી કારતૂસ પણ બરામદ

વલસાડ : અમેરિકન બનાવટની પિસ્તોલ સાથે આરોપીની LCB એ કરી ધરપકડ, 40 જીવતી કારતૂસ પણ બરામદ
X

વલસાડ જિલ્લા એલસીબી દ્વારા એક યુવકને અમેરિકન બનાવટની પિસ્ટલ અને 40 જીવતા કારતુસ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લા એલસીબી દ્વારા વલસાડના ગુંદલાવ નજીક એક યુવક પિસ્તોલ સાથે પસાર થતો હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેને લઈને યુવક આવતા પોલીસ દ્વારા તેને અટકાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જેની તપાસ કરતા યુવક પાસે અમેરિકન બનાવટની પિસ્તોલ અને મેગેઝીન જેની કિંમત 1 લાખ અને 40 જીવતા કારતુસ જેની કિંમત રૂપિયા 4000 અને એક એપલ કંપનીનો ફોન જેની કિંમત 40000 મળી કુલ 1,44,000 નો મુદામાલ કબ્જે કરી આરોપી યુવકની વધુ પૂછપરછ કરતા યુવક વલસાડના સૂર્યદર્શન સોસાયટી ખાતે રહેતી એક મહિલાએ વેચાણ માટે આપી હોવાનું જણાવ્યું હતું. જેને લઈને વલસાડ એલસીબી દ્વારા મહિલા દીપિકા જ્યંતિલાલ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી રૂરલ પોલીસને સોંપવામાં આવી છે

Next Story