Connect Gujarat
ગુજરાત

સુરત : એક બાદ એક થયા હતા કંપનીમાં બ્લાસ્ટ, કીમ નજીક જરી બનાવતી કંપનીમાં લાગી હતી આગ

સુરત : એક બાદ એક થયા હતા કંપનીમાં બ્લાસ્ટ, કીમ નજીક જરી બનાવતી કંપનીમાં લાગી હતી આગ
X

સુરત જિલ્લાના કીમ નજીક

નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક જરી બનાવતી કંપનીમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જરી બનાવવાના કામમાં આવતા કેમિકલના જથ્થામાં કોઈ

કારણસર આગ લાગી હતી. બનાવ જાણ થતાં જ સુરત સહીતના ૬ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે

દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરત જીલ્લાના કીમ નજીક નવાપુરા જીઆઈડીસીમાં આવેલી

સુમીલોન ઇન્ડસ્ટ્રીઝ નામની જરી બનાવતી કંપનીમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જરી બનાવવાના કામે ઉપયોગમાં આવતા રેસીન નામના કેમિકલ અને કલરના સ્ટોરેજમાં આગ લાગી હતી. આગની ઘટના

બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં એક

બાદ એક કેમિકલના ડ્રમો બ્લાસ્ટ થઇ રહ્યા હતા. આગ વધુના પ્રસરે તે માટે કેમિકલના

ગોડાઉનને ખાલી કરવામાં આવ્યા હતા. આગની જાણ ફાયર

વિભાગને કરવામાં આવતા સુરતના ૩ તેમજ બારડોલી, પાનોલી, પીઈપીએલના મળી કુલ ૬ જેટલા ફાયર ટેન્ડરો કામે લાગ્યા હતા. આશરે ૫ કલાકની ભારે જહેમત બાદ આગ પર મહદઅંશે કાબુ મેળવાયો હતો.

જરી બનાવવા માટે કામમાં લેવાતું રેસીન નામનું કેમિકલ અને

કલરનો જથ્થો કંપનીના પહેલા માળે સ્ટોરેજ કરવામાં આવ્યો

હતો. ગત રાત્રીના સમયે જ્યારે આગ લાગી હતી ત્યારે કોઇ પણ કામદાર ત્યાં હાજર ન હતો, જેથી મોટી જાનહાની ટળી હતી.

બીજી તરફ કીમ સહીત આજુબાજુના જીઆઈડીસી વિસ્તારમાં નાના મોટા ૨૦૦૦થી વધુ એકમો આવેલા

છે. પરંતુ આ વિસ્તારમાં ફાયર સ્ટેશન નથી, જેથી બહારથી આવતા

ફાયર વિભાગને સમય પણ લાગે છે. અહી પાણીની પણ સુવિધા મળતી નથી જેથી કંપની માલિકોને વારંવાર લાખોનું

નુકશાન વેઠવાનો વારો પણ આવે

છે.

Next Story