Connect Gujarat
Featured

સુરત : એન્જિનિયર મંગેતર સાથે તુટી સગાઇ , જુઓ પછી યુવતીએ શું કર્યું

સુરત : એન્જિનિયર મંગેતર સાથે તુટી સગાઇ , જુઓ પછી યુવતીએ શું કર્યું
X

સુરત શહેરના સગરામપુર વિસ્તારનીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો યુવતીનું એન્જિનિયર થયેલા યુવક સાથે સગપણ થયું હતું સામાન્ય બાબતે ઝગડો થતા સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટી જતા હતાશ થયેલી યુવતીએ આખરે દુનિયાને અલવિદા કહી દીધી હતી.

શહેરના સગરામપુરમાં આવેલ ઈશ્વર કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ પંચોલી ખાનગી કંપનીમાં મશીન ઓપરેટરની નોકરી કરે છે. તેમની 21 વર્ષીય પુત્રી ફાલ્ગુની બ્યુટી પાર્લરનું કામ કરીને પરિવારને મદદ રૂપ થતી હતી. ફાલ્ગુની એક એન્જિનિયર યુવક સાથે પ્રેમ કરતી હતી જેથી પરિવારજનોએ તેમની સગાઇ પણ કરી દીધી હતી સગાઈ બાદ એક મહિના પહેલાં જ સામાન્ય બાબતે ઝઘડો થતાં સ્વૈચ્છિક રીતે સગાઈ તોડી હતી પણ તેની પરિવારને જાણ કરાય ન હતી.

સગપણ તુટી જતા ફાલ્ગુની છેલ્લા એક મહિનાથી માનસિક તાણ અનુભવતી હતી જેના કારણે ગઈ કાલે તેણીએ પિતા અને ભાઈ નોકરી ઉપર ગયા હતાં. એ સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ પિતા આશિષ પંચોલી પુત્રી ફાલ્ગુનીને ફોન કરતાં પરંતુ ફોન ઉચકતી પણ ન હતી જેના કારણે પિતાએ ઘરે કંઈક અજુગતુ બન્યો હોવાની શંકા જતા તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને ફાલ્ગુનીને લટકેલી હાલતમાં જોવા મળી હતી. બનાવ અંગે અઠવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story