Connect Gujarat
સમાચાર

સુરત : લોકડાઉનની સકારાત્મક અસર, 9 વર્ષીય વિદ્યાર્થી ગણિત વિષયમાં બન્યો ચેમ્પિયન

સુરત : લોકડાઉનની સકારાત્મક અસર, 9 વર્ષીય વિદ્યાર્થી ગણિત વિષયમાં બન્યો ચેમ્પિયન
X

સુરત શહેરમાં 9 વર્ષીય દક્ષ વૈદ્ય ગણિત વિષયમાં ઇન્ડિયન અને એશિયા બુક ઓફ રેકોર્ડ મેળવી ચેમ્પિયન બન્યો છે. લોકડાઉન દરમ્યાન સતત પ્રેક્ટિસ કરી ચેમ્પિયન બન્યો છે. આપદાને અવસર કેવી રીતે બનાવી શકાય તે કોઈ સુરત શહેરના 9 વર્ષીય દક્ષ વૈદ્ય પાસેથી શીખી શકે છે. લોકડાઉન દરમ્યાન ભલ ભલા લોકો પાસે કઈક કામ ન હોવાથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હત, તો 9 વર્ષીય નાના બાળકે આ જ સમયગાળામાં તૈયારી કરી સિંગલ ડિજિટ એન્ડ રેપીડ એડિશન સબસ્ટ્રક્શન બાય ચાઈલ્ડની શ્રેણીમાં માત્ર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જ નહીં એશિયા બુક ઓફ રેકોર્ડ પણ મેળવી લીધો છે. જોકે દક્ષ વૈદ્ય ગણિતમાં પણ ખૂબ જ દક્ષ છે. અને આ વાત તેને લોકડાઉનના સમયનો ઉપયોગ કરી સાબિત કરી બતાવ્યું છે. ગણતરીની મિનિટોમાં અનેક ગણીત વિષયના દાખલાઓ હલકા ગણી દેતો હોય છે.

આ અંગે દક્ષ વૈધે જણાવ્યું હતું કે, જ્યારે લેવલ પૂર્ણ કર્યું, ત્યારે લોકડાઉન લાગી ગયું હતું. જોકે માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરી અને ઓગસ્ટમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવ્યો. જેમાં એક દાખલો 1 મિનિટ 45 સેકન્ડમાં થાય છે. લોકડાઉનમાં ખૂબ જ સમય હતો, જેથી કઈક નવું કરવાનું વિચારીને રેકોર્ડ બનાવ્યો. ઉપરાંત પાંચ દાખલનો એક સેટ પૂર્ણ કરતો હતો. જ્યારે હવે પ્રેક્ટિસ નહીં થશે તો થોડા વિરામ બાદ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવશે. લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસીસ પણ ચાલતું હતું. જેમાં ગણિતના શિક્ષક મોટીવેટ કરતા હતા, ત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ મેળવી સમગ્ર જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Next Story