Connect Gujarat
Featured

સુરત : સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા પાસની માંગ, કલેકટરને આપ્યું આવેદન

સુરત : સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા પાસની માંગ, કલેકટરને આપ્યું આવેદન
X

દેશભરમાં આવેલાં ટોલપ્લાઝા ખાતે ફાસ્ટટેગ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે ત્યારે ભરૂચના મુલદ ટોલપ્લાઝા બાદ હવે સુરતના કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા ખાતે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવાની માંગ પાટીદાર અનામત આંદોલન સમિતિએ કરી છે.

સુરતના કામરેજ અને ભાટીયા ટોલ નાકા પરથી પસાર થતાં સ્થાનિક વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ શરૂ કરી દેવામાં આવી છે.ફાસ્ટેગ વિનાના વાહનો પર બમણો ટોલટેક્સ વસૂલવામાં આવી રહયું છે. ટોલ પ્લાઝા પર કેશલેન બંધ કરવામાં આવી હોવાથી જેમની પાસે ફાસ્ટટેગ નથી તેવા વાહનચાલકો પાસેથી બમણો ટોલ લેવામાં આવી રહયો છે. સુરતની પાટીદાર અનામત આંદોલન સમિતિએ સુરતના સ્થાનિક વાહનચાલકોને ટોલમાંથી મુકિત આપવામાં આવે તેવી માંગણી પાટીદાર અનામત આંદોલન સમિતિએ કરી છે. આ સંદર્ભમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાનું બંધ કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Next Story