Connect Gujarat
ગુજરાત

સુરત : હરિયાળ GIDCની ચોક્સી ટેક્સટાઇલમાં લાગી આગ, યાર્નનો જથ્થો બળી જતા કરોડોનું નુક્શાન

સુરત : હરિયાળ GIDCની ચોક્સી ટેક્સટાઇલમાં લાગી આગ, યાર્નનો જથ્થો બળી જતા કરોડોનું નુક્શાન
X

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હરિયાળ

જી.આઈ.ડી.સી.માં આવેલ ચોક્સી ટેક્સટાઇલ

કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર

ફાઇટરોએ ૬થી ૭ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

માંગરોળ તાલુકા જી.આઈ.ડી.સી.માં ઘણા ઔધ્યોગિક એકમો આવ્યા

છે. કોઈના કોઈ કારણોસર કપનીઓમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે ગત

મોડી રાત્રીએ કીમ-માંડવી રોડ પર આવેલ હરિયાળ જી.આઈ.ડી.સી.ની ચોક્સી ટેકસટાઇલ

કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી ઝડપે પ્રસરી ગઈ હતી કે કંપનીમાં પડેલ સ્ટોક આગની લપેટમાં આવી ગયો હતો. કંપનીમાં રહેલો બધો જ

યાર્ન જથ્થો બળીને ખાખ થઈ જતા માલિકને કરોડોના નુક્શાન

વેઠવાનો વારો આવ્યો છે.

સમગ્ર બનાવમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા

આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં પલસાણા, બારડોલી, માંડવી, કામરેજની

ફાયરો ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે

દોડી આવી આગને

કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ૬થી ૭ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

Next Story