Connect Gujarat
Featured

સુરત : હાથરસ દુષ્કર્મ મામલે માયનોરિટીસ મહાસંઘ દ્વારા જીલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન પત્ર

સુરત : હાથરસ દુષ્કર્મ મામલે માયનોરિટીસ મહાસંઘ દ્વારા જીલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન પત્ર
X

ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ દુષ્કર્મ મામલે ઓલ ઇન્ડિયા SC, ST, OBC માયનોરિટીસ મહાસંઘ દ્વારા ન્યાનની માંગ સાથે સુરત જીલ્લા કલેકટર વતી રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી હતી.

હાથરસમાં બનેલ દુષ્કર્મની ઘટનાને લઈ દેશભરના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વિરોધ પક્ષ સહિત સામાજિક રાજનીતિક સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે સુરત ખાતે ઓલ ઇન્ડિયા SC, ST, OBC માયનોરિટીસ મહાસંઘ દ્વારા જિલ્લા કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવી ગુનેગારોને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.

Next Story