Connect Gujarat
ગુજરાત

સુરતઃ સીટીબસનાં ચાલકોની વીજળીક હડતાળ, મુસાફરો અટવાયા

સુરતઃ સીટીબસનાં ચાલકોની વીજળીક હડતાળ, મુસાફરો અટવાયા
X

કોઈ અજાણ્યા શખ્સોએ બસ ચાલકને માર મારતાં તમામ ચાલકો હડતાળ ઉપર

સુરતમાં આજરોજ સીટી બસ ચાલકો અચાનક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. બસ ચાલકોની અચાનક હડતાળને પગલે નગરજનો અઠવાઈ પડ્યા હતા. તો રિક્ષા ચાલકોને જાણે બખ્ખાં થઈ ગયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="53919,53920,53921"]

સુરતમાં સેવા આપતી સીટી બસના ચાલકને કોઈ અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. જેની જાણ અન્ય બસનાં ચાલકોને થતાં તમામ બસના ચાલકોએ હડતાળ ઉપર જવાનું નક્કિ કર્યું હતું. હડતાળ ઉપર ઉતરેલા સીટી બસના ચાલકો ઉધના ભીમનાથ નગર ખાતે એકઠા થઈ ગયા હતા. અહીં એક બસનાં ચાલકને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવતાં તે ઈસમોની અટકાયત કરવાની માંગ સાથે અચાનક હડતાળ ઉપર ઉતર્યા હતા.

Next Story