Connect Gujarat
દેશ

હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા

હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા
X

હૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત સહિત ઘણા સેલેબ્સે ટ્વિટ કરીને તેલંગાણા પોલીસનો આભાર માન્યો છે.

https://twitter.com/chintskap/status/1202796883967524864?s=20

https://twitter.com/ActorRajasekhar/status/1202794585551847424?s=20

અભિનેતા અનુપમ ખેરે તેલંગાણા પોલીસનો આભાર માન્યો છે અને અભિનંદન પાઠવ્યા છે. હૃષિ કપૂર અને રકુલ પ્રિતે પણ એક ટ્વીટ કર્યું છે. રકુલે ટ્વિટ કર્યું હતું કે, 'બળાત્કાર જેવા ગુના કર્યા બાદ તમે ક્યાં સુધી દોડી શકશો?

https://twitter.com/Rakulpreet/status/1202784379656818688?s=20

https://twitter.com/AnupamPKher/status/1202805602893869057?s=20

સાઉથના અભિનેતા જ્યુનિયર એનટીઆર અને નાગાર્જુને આરોપીના એન્કાઉન્ટર અંગે આવી જ પ્રતિક્રિયા આપી છે. નાગાર્જુને લખ્યું, 'આજે સવારે જાગીને ન્યાય થયો'. નાગાર્જુન સહિત દક્ષિણના ઘણા સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી છે.

https://twitter.com/tarak9999/status/1202782909939085312?s=20

https://twitter.com/iamnagarjuna/status/1202782068490436609?s=20

https://twitter.com/NANDAMURIKALYAN/status/1202794260782706688?s=20

https://twitter.com/alluarjun/status/1202799446968287232?s=20

આ અગાઉ પણ રકુલ પ્રિતે ટ્વીટ કરીને આ ઘટના સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, 'દિશા બળાત્કારના કેસમાં પ્રતિક્રિયા કેવી રીતે આપવી તે મને સમજાતું નથી. આ તો હદ છે, એક રાષ્ટ્ર તરીકે આ અપરાધ આપણા બધાના મગજમાં ભય પેદા કરે છે, તેથી કોઈ પણ આવા ભયંકર ગુનો કરવા વિશે વિચારવાની હિંમત કરશે નહીં. '

અભિનેતા સલમાન ખાને કહ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાવો ફક્ત એક અભિયાન સુધી મર્યાદિત ન હોવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે બધા આવી રાક્ષસોની સામે એક સાથે ઉભા રહે. ટીવી એક્ટર અનૂપ સોની, ગાયિકા માલિની અવસ્થી, ફિલ્મ ડિરેક્ટર કૃણાલ કોહલી, અભિનેત્રી કાજલ અગ્રવાલ સહિત ઘણા સેલેબ્સે દિશા ગેંગરેપ-હત્યા કેસ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

Next Story