Connect Gujarat
ગુજરાત

ચાર મહિના માટે નહિ થાય ગુજરાત માં સિંહ દર્શન

ચાર મહિના માટે નહિ થાય ગુજરાત માં સિંહ દર્શન
X

ગુજરાત નું ગીર અભ્યારણ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી બંધ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસાના સમયે ગીર અભ્યારણ બંધ કરવામાં આવે છે. કારણ કે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે આ સમય સંવનન માટેનો છે. બીજું એક કારણ આ પણ છે કે હમેસા સુખો જંગલ પસંદ કરતા સિંહ વરસાદ અને વરસાદી મછરો થી ત્રસ્ત થઇ હિંસક પણ બની જાય છે.

-63940_7910આ સમય બાદ સિંહની સંખ્યામાં સારો વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. દર વર્ષે આ સમય દરમિયાન પુખ્ત વયની સિંહણો સંવનન કરે છે. ત્યારબાદ ગર્ભધારણ કરે છે. એક સિંહણ સરેરાશ 2-3 સિંહબાળને જન્મ આપે છે અને જન્મેલા બચ્ચામાંથી ત્રીજા ભાગના સિંહબાળ જીવતા રહે છે.

download (1)

ગીર અભ્યારણ અધિકારીઓ એ મીડિયાને આપેલી માહિતી અનુસાર વન્ય પ્રાણીઓની સંવનન ક્રિયામાં કોઇ ખલેલ ન પહોંચે માટે દર વર્ષે થોડો સમય અભ્યારણ બંધ રાખવામાં આવે છે.

Next Story