Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં કોલ ગર્લ ની હત્યા થી અરેરાટી વ્યાપી,હત્યારો ધાબા ઉપર થી ભાગવા જતા ઘવાયો

રાજકોટમાં કોલ ગર્લ ની હત્યા થી અરેરાટી વ્યાપી,હત્યારો ધાબા ઉપર થી ભાગવા જતા ઘવાયો
X

રંગીલા રાજકોટમાં ખુની ખેલનો સિલસિલો યથાવત રહ્યો છે અને એક યુવકે કોલ ગર્લની હત્યા કરતા પંથકમાં સનસનાટી મચી ગઈ છે,જયારે હત્યારો યુવાન સ્થાનિકો થી બચીને ભાગવા જતા તે પણ ઘવાયો હતો.

rajkot02

રાજકોટ શહેરના થોરાડા વિસ્તારમા એક રૂપજીવનીની છરી ના ઘા જીકી હત્યા કરવામા આવી હતી. હત્યા સમયે મહિલાની ચીસ સાંભળી આડોશ પાડોશના લોકો મહિલાના ઘરે એકઠા થઈ જતાં હત્યા કરનાર આરોપીને બીજા માળે થી કુદકો મારી ભાગી જવાની ફરજ પડી હતી. તેથી તે ઘરના બીજા માળે થી ભાગી જવા માટે કુદકો મારતા તેને પણ ઈજા પહોચી હતી. જેથી હાલ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર શરૂ છે તો સાથો સાથ પોલીસ કાફલો પણ ત્યા ખડકી દેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા મળેલ પ્રાથમિક માહિતી મુજબ મરનાર મહિલા દેહનો વ્યાપાર કરતી હતી. 28 વર્ષીય લલનામુળ ઉતરપ્રદેશની હોવાનું જાણવા મળ્યૂ છે. તેમજ આરોપી જામનગરનો જયદીપ તુલસીદાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.જો કે ક્યા કારણોસર જયદિપે મહિલાની હત્યા કરી તે હજુ સુધી જાણી શકાયુ નથી. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Next Story