Connect Gujarat
ગુજરાત

સુરતની યાર્ન કંપની માં ભીષણ આગ

સુરતની યાર્ન કંપની માં ભીષણ આગ
X

આગ માં ઉદ્યોગ એકમ ના ચાર પ્લાન્ટ સપડાયા

સુરત માંડવી ખાતેની એક યાર્ન બનવાતી કંપની માં વહેલી સવારે કોઈક કારણો સર ભીષણ આગ લાગી હતી.જોત જોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કંપની ના ચાર પ્લાન્ટ આગ માં સપડાય ગયા હતા.

સુરત માંડવી ના હરિયાળ ગામની યાર્ન બનાવતી સાનિકા ઇન્ડસ્ટ્રી માં વહેલી સવારે ભીષણ આગ ભભુકી ઉઠી હતી,ક્ષણવાર માં જ આગ કંપનીના અન્ય પ્લાન્ટમાં પણ ફેલાતા આખો યાર્ન ઉદ્યોગનો એકમ આગ માં સપડાય ગયો હતો.અને કાળા કાળા ધુમાડાના ગોટા સાથે આગની પ્રચંડ જવાળાઓ દૂર દૂર થી લોકોએ નિહાળતા લોકોમાં દહેશત નો માહોલ સર્જાયો હતો.

સુરત અગ્નિસમન દળના 15 થી પણ વધુ ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો ઘટનાસ્થળ પર દોડી આવીને આગ પર કાબુ મેળવવા ના પ્રયાસો હાથધર્યા છે.કંપની માં આગ લાગી ત્યારે કામદારો સુરક્ષિત સ્થળે ખસી જવાના કારણે કોઈ જાનહાની પહોંચી નહતી.પરંતુ કંપની ને મોટી નુકશાની નો અંદાજ લગાવાય રહ્યો છે.

Next Story