Connect Gujarat
દેશ

રિતિક રોશન ભગવાન શિવનાં અવતારમાં જોવા મળશે

રિતિક રોશન ભગવાન શિવનાં અવતારમાં જોવા મળશે
X

સંજય લીલા ભણસાલીએ લેખક અમિશ ત્રિપાઠીનું પુસ્તક ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહાના રાઇટ્સ ખરીધા છે, જે ભગવાન શિવ પર લખાયેલી નોવેલ ખુજ જ ચર્ચામાં હતી, ભણસાલીની આ ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકાને રિતિક રોશન ન્યાય આપવાનો છે, રિતિક અત્યારે પોતાના પરિવાર સાથે અમેરિકામાં વેકેશન માણી રહ્યો છે.

થોડા સમય પહેલા ફિલ્મ મેકર કરણ જોહર અભિનેતા સલમાન ખાન સાથે આ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા, આ નોવેલના રાઇટ્સ કરણ જોહર ખરીધા હતા, કરણની આ ફિલ્મનું કામ ડબ્બા બંધ થયા બાદ હવે ભણસાલીના હાથમાં સોંપાયું છે, વર્ષ 2010માં આવેલી ફિલ્મ ગુઝારીશમાં ભણસાલી અને રિતિકે સાથે કામ કર્યું હતુ.

Next Story