Connect Gujarat
ગુજરાત

રાજકોટની જીવાદોરી સમાન ગણાતો આજીડેમ ઓવરફ્લો થવાની શક્યતા 

રાજકોટની જીવાદોરી સમાન ગણાતો આજીડેમ ઓવરફ્લો થવાની શક્યતા 
X

રાજકોટમાં અનરાધાર વરસાદનાં કારણે આજીડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના કારણે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર સહિત સમસ્ત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે. ત્યારે તારીખ 26મીની મધ્યરાત્રિ બાદ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે હજુ પણ અવિરત પણે શરૂ છે.

રાજકોટ જિલ્લામાં પણ અડધાથી લઇ ને 1 ઇંચ સુધીનો વરસાદ વરસવા પામ્યો છે.

# રાજકોટ જિલ્લમાં વરસાદનાં આંકડા (mm )

24 કલાક નો વરસાદ કુલ વરસાદ.

રાજકોટ 34 1036

પડધરી 15 638

ધોરાજી 4 604

ગોંડલ 28 554

જામ કંડોરણા 10 360

જસદણ 16 440

જેતપુર 14 549

કોટડા સંગાણી 30 567

લોધીકા 27 545

ઉપલેટા 00 320

વીંછીયા 08 468

તારીખ 29 જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવ્યા હતા. ત્યારે આજી ડેમ ખાતે તેમણે નર્મદા નીરના વધામણા કરાવ્યા હતા. તે સમયે આજી ડેમની સપાટી 9ફૂટ હતી. જે આજે 28 દિવસ બાદ 28ફૂટ પર પહોંચી છે. આમ, 28 દિવસમાં 19ફૂટનો વધારો થવા પામ્યો છે. વડાપ્રધાને પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે અત્યાર સુધીમાં આજી 11 વાર છલકાય ચુક્યો છે, ત્યારે આ વખતે 12મી વખત ઓવરફલો થશે. જે હવે સાચુ થવા જઈ રહ્યુ છે. કારણકે આજી ડેમની સપાટી 29 ફૂટ છે જેથી હવે આજી ઓવરફલો થવા માટે 1ફૂટનુ અંતર બાકી રહ્યુ છે.

Next Story