Connect Gujarat
ગુજરાત

ભારતીય વિચાર મંચ : ડૉ. નીરજ ગુપ્તા

ભારતીય વિચાર મંચ : ડૉ. નીરજ ગુપ્તા
X

યે સેક્યુલીરીઝમ કી લડાઈ હે : ઋષિ દવે

ભારતીય વિચાર મંચ આયોજિત પરિસંવાદમાં ભારત સરકારના મીનીસ્ટ્રરી ઓફ હોમ એફર્સ કમિટીના સભ્ય ડૉ. નિરજ ગુપ્તા એ અસ્ખલિત વાણીમાં , મુદ્દાસર CAA અને NRC ને હિન્દી ભાષામાં સમજાવતા કહ્યું જેનો જન્મ ભારત માં થયો છે , જેના માતા પિતા ને ભારતની નાગરિકતા મળી છે એને જ ભારતમાં રેહવાનો અધિકાર છે.

એક લાખ શરણાર્થીઓ ભારત માં છે તેમને નાગરિકતા આપવાની કવાયત શરુ થઇ ચૂકી છે.

  • જે NRI ભારત માં આવે છે એને નાગરિકતા મળી શકે છે.
  • લોન્ગ ટર્મ વિઝા આપવાનો મુસદ્દો તૈયાર છે.
  • યુપીએ ને કુછ નહિ કિયા જો વર્તમાન સરકાર કર રહી હે.

કાશ્મીરમાં હું જાતે ફર્યો છું ત્યાંની શાળામાં એક પણ ટેક્સબુક કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ નથી.

એક પ્રશ્નના જવાબમાં એમને જણાવ્યું કે ગુજરાતી ભાષામાં આ બંને નિયમો ઉપલબ્ધ થયા નથી.

જાપાનમાં ઓલમ્પિક થવાની છે પણ ત્યાંની સરકારે મુસ્લિમ કો નો એન્ટ્રી એવું ફરમાન કરેલું છે.

વિઝ્યુઅલ મીડિયા માં મહત્તમ CAA અને NRC માટે ગેરમાર્ગો દોરવામાં આવે છે.

સ્થાનિક ચેનલો સાચો પ્રચાર અને પ્રસાર કરી શકે છે.

ભારત માં રહેતા દરેક નાગરિક માટે ફરજ અને અધિકાર સર્વ સમાન છે. તેનું પાલન કરવું જ જોઈએ.

રોટરી હોલમાં ઉપસ્થિત જેટલા પ્રબુદ્ધ નાગરિકો હતા એ બધા એ ધ્યાનપૂર્વક ડૉ. નીરજ ગુપ્તાને સાંભળ્યા અને ભારતીય વિચાર મંચ – ભરૂચ આવી સાંપ્રત સમસ્યા અધિકૃત વક્તાઓને આમંત્રિત કરતી રહે એવી મહેચ્છા દાખવી.

Next Story