Connect Gujarat
નવરાત્રી સંસ્કૃતિ

દિવસે ઉજ્જૈનમાં અને રાતે ગુજરાતમાં હોય છે માતાજીનું અદભૂત સ્વરૂપ,વાંચો ઉજ્જૈન નગરીના માઁ હરસિધ્ધિનો અપરંપાર મહિમા

દિવસે ઉજ્જૈનમાં અને રાતે ગુજરાતમાં હોય છે માતાજીનું અદભૂત સ્વરૂપ,વાંચો ઉજ્જૈન નગરીના માઁ હરસિધ્ધિનો અપરંપાર મહિમા
X

આજે અમે તમને એક એવા ચમત્કારિક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કહેવાય છે કે આજે પણ માતા હરસિધ્ધિ હાજરાહજૂર બિરાજમાન છે, એવું કહેવામાં આવે છે કે આ મંદિરની 2000 વર્ષ જૂની જ્યોત આજે પણ પ્રગટી રહી છે. અને માતા હરસિધ્ધિ રોજ ત્રણ સ્વરૂપમાં દરેક ભક્તોને દર્શન આપે છે. માતા હરસિદ્ધિ નું મંદિર ભારતમાં મહાકાલની નગરી તરીકે જાણીતી મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરીમાં. અહીં ઘણા બધા મંદિરો આવેલા છે ઉજ્જૈનનગરી ને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. ક્ષિપ્રા નદીને કાંઠે માતા હરસિધ્ધિ સાક્ષાત બિરાજમાન છે. અહિયાં દર્શન માત્રથી જ દરેક ભક્તના દુઃખ દુર થઈ જાય છે. આ મંદિરવિક્રમાદિત્ય રાજાએ બનાવેલું છે.


એક એવી વાર્તા કહેવાય છે કે વિક્રમાદિત્યના ભાણેજ વિજયસિંહ ને માતા હરસિધ્ધિ ના ખૂબ જ મોટા ભક્ત હતા. એવું કહેવાય છે કે વિજયસિંહ માઁ હરસિધ્ધિના દર્શન કર્યા પછી ભોજન ગ્રહણ કરતા હતા. એક દિવસ જ્યારે વિજય સિંહ દર્શન કરીને ઘરે પરત આવતા હતા ત્યારે તેને રાત્રે સપનામાં માતાજીએ દર્શન આપ્યાં અને કહ્યું કે તું બીજી નગરીમાં મારુ મંદિર બંધાવ અને આ મંદિરનો દરવાજો પૂર્વદિશામાં રાખજે અને અને જયારે વિજયસિંહ મંદિર બનાવ્યું ત્યારે માતા બીજી વખત સપનામાં આવ્યા અને કહ્યું કે આ મંદિરમાં હું હાજરાહજૂર બિરાજમાન છું, સાથે જ માતાએ દરવાજો પૂર્વ દિશામાં બાંધવાનો કહ્યો હતો જયારે આ મંદિર નો દરવાજો પશ્ચિમમાં બાંધવામાં આવ્યો હતો આ સપના પછી જાગીને રાજાએ તરત જોયું કે આ ખોટી દિશામાં દરવાજો બંધાઈ રહ્યો છે.



શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે માતા હરસિદ્ધિ દિવસમાં ત્રણ સ્વરૂપે દર્શન આપે છે. માતાની મૂર્તિ માં સવારે બાળપણ દેખાય છે, બપોરે યુવાન અને સાંજ સમય સ્થાન ધરાવે છે. નવરાત્રીમાં માતા હરસિધ્ધિ ના મંદિરે શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ જોવા મળે છે. એક ખૂબ જ પ્રચલિત વાત છે ભગવાન શંકર એ એક વખત સતીન પાર્થિવ દેહને ખભા પર લઈને ક્રોધ તાંડવ નૃત્ય કર્યું હતું. ત્યાં ભગવાન વિષ્ણુને એ તેના સુદર્શન ચક્ર છોડતા નૃત્ય દરમિયાન માતા સતીનાં અંગનાં 51 ટુકડા થયા હતા અને પૃથ્વીપર અલગ અલગ જગ્યા પર પડવા લાગ્યા. માતાના અંગ જે જે સ્થળ પર પડ્યા ત્યાં શક્તિપીઠ ના રૂપમાં પ્રસિદ્ધ છે. એવી માન્યતા છે કે ઉજ્જૈન માઁ સતીની કોણી પડી હતી એટલે કે આ નામ જનગીર પડ્યું. રાજા વિક્રમાદિત્ય માતાના પરમ ભક્ત હતા.તેઓ દર બાર વર્ષે એક વખત માથું કાપીને માતાના ચરણો અર્પણ કરતા હતા. પરંતુ માતાની કૃપાથી તેમનું માથું ફરી જોડાઈ જતું હતું. આવું રાજાએ 11 વખત કર્યું. બારમી વખત જ્યારે રાજાએ પોતાનું માથું માતાના ચરણોમાં ચઢાવ્યું તો તે જોડાઈ શક્યું નહીં.આ પછી તેમનું જીવન સમાપ્ત થઈ ગયું. આજે પણ માતાના મંદિરમાં 12 સિંદૂર લાગેલા માથા છે. માન્યતા છે કે આ રાજા વિક્રમાદિત્યના કપાયેલા માથા છે.



બીજી એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપળામાં રાજ કર્યું હતું. તેમના જ વંશજ રાજા વેરીસાલજી મહારાજ ઉજ્જૈનની સાથે રાજપીપળાના પણ ગાદી વારસ હોવાથી ઉજ્જૈન નિવાસી માઁ હરસિધ્ધિને સાક્ષાત તેમની સાથે વિક્રમ સવઁત 1657એ આસો માસની અષ્ટમી અને મંગળવારે રાજપીપળામાં લાવ્યા હોવાની દંતકથાછે. 419 વર્ષ પુરાની આ કથા મુજબ આજે પણ સાક્ષાત માઁ હરસિધ્ધી ઉજ્જૈન અને રાજપીપળામાં બીરાજે છે. નવરાત્રીના નવ દિવસ આ બન્ને મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે




Next Story