Connect Gujarat
નવરાત્રી સંસ્કૃતિ

જ્વાળા દેવીનું "રહસ્યમય" મંદિર : જ્વાળાને બુજાવવા અકબર બાદશાહે કર્યા હતા પ્રયાસ, રહસ્ય જાણવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ.

જ્વાળા દેવીનું રહસ્યમય મંદિર : જ્વાળાને બુજાવવા અકબર બાદશાહે કર્યા હતા પ્રયાસ, રહસ્ય જાણવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ.
X

શારદિય નવરાત્રી માતાજીના નવલા નોરતા, માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતાજીના દિવ્ય સ્વરૂપના પરચાઓ અપરંપાર છે. ત્યારે આપણે એવી જગ્યા અને એ દેવી વિષે વાત કરશું કે આજે પણ એક જ્યોત તરીકે પૂજય છે.


તો વાત કરીશું જ્વાળા દેવી મંદિર વિષેનું રહસ્ય,કહેવાય છે આ જ્વાળાને બુજાવવામાં માટે અકબર બાદશાહ ઘણા પ્રયત્નો કર્યા પણ ટે નિષ્ફળ રહ્યા હતા. તો બીજી તરફ જ્વાળા મંદિરની જ્યોતનું રહસ્ય જાણવા માટે સાઇન્ટિસ્ટો દ્વારા પાર્ટનો થયા પરતું તે પણ નિષ્ફળ રહ્યા.



હિમાચલ પ્રદેશમાં કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર જ્વાળાદેવી મંદિરમાં સળગતી પ્રાકૃતિક જ્યોતનું રહસ્ય જાણવા માટે સાઇન્ટિસ્ટો ઉપરાંત ઓએનજીસીવાળાઓ એ પણ ખોજ કરી હતી,પરંતુ ગેસ કે ઓઇલનો અંશ પણ નાં મળ્યો. અને આ મંદિર બીજા મંદિરોની તુલનાથી અલગ છે. કારણ કે અહી કોઈ મૂર્તિની પૂજા નથી થતી, પૃથ્વીના ગર્ભમાંથી નીકળેલી નવજવાળાની પૂજા થય છે, કહેવાય છે કે પૃથ્વીના ગર્ભમાંથી નવ અલગ અલગ જગ્યા પરથી આ જ્વાળા નીકળે છે. ટરની ઉપર જ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છ, આ નવ જ્યોતને મહાકાળી, અન્નપૂર્ણા,ચંડી ,હિંગળાજ ,બિંદીયાવાશીની,લક્ષ્મી, સરસ્વતી,અંબિકા, અંજીદેવી તરીકે ઓડખાય છે.

ઇતિહાસના દર્શાવ્યા પ્રમાણે કે આ મંદિરનું પાર્થમિક નિર્માણ રાજા ભૂમિચંદે કરાવ્યું હતું,ત્યાર બાદ પંજાબના મહારાજા રણજીતસિંહ અને રાજા સંચારચંડે 1835 ઇ. સ માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.



આ જ્વાળા દેવી મંદિર હિમાચલનાં કાંગળા જિલ્લામાં આવેલું છે, આ મંદિરને જયોતા વાળી માઁ તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિરની શોધ પાંડવો દ્વારા કરવામાં આવી હતી. આની ગણના 51 શક્તિપીઠો માંથી પ્રમુખ શક્તિપીઠ ગણવામાં આવે છે, માન્યતા છે કે દેવી સતીની જીભ આ જગ્યા પર પડી હતી.

કહેવાય છે આ જ્યોતને બુજાવવા માટે અકબર બાદશાહે ઘણા પ્રયત્નો કર્યા, તેની સેનાઓને લઈને જ્વાળા દેવી મંદિર પહોંચ્યા ત્યારે મનમાં શંકા થતા આખા મંદિરમાં પાણી છંટાવ્યું પરંતુ માતાજીની જ્વાળા એમનમ જ રહી ત્યારે તેને માતાજીની શક્તિનો અહેશાસ થયો,ત્યારે તેને 50 કિલો સોનાનું છત્તર અર્પણ કર્યું પરંતુ ટે છત્તરને માતાજીએ નાં સ્વીકાર્યું જે નીચે પડી અને બીજા પદાર્થમાં રૂપાંતર થય ગયું, જે આજે પણ છત્તર તે મંદિરમાં છે .


હવે વાત કરીશું માતાજીના મંદિરનાં અદભૂત કલાકારીગરીની મંદિરનું મુખ્ય દ્વાર ભવ્ય અને સુંદર છે, મંદિરમાં પ્રવેસતાની સાથે જ બાજુમાં અકબર નહેર છે, આ નહેરને અકબર બાદશાહે બંધાવ્યું હતું. જે આ નહેર છે કે મંદિરની જ્યોતને બુજવવા માટે બનાવેલ નહેર છે. જયાં આગળ જતાં માતજીનું ગર્ભ દ્વાર છે.જ્યાં માતા જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. ત્યાં બીજી ત્યાર થોડા ઉપર જતાં ગોરખનાથનું મંદિર છે, જેને ગોરખ ડીબીનાં નામથી પણ ઓડખે છે. કહેવાય છે અહી ગુરુ ગોરખનાથ પધાર્યા હતા. જેને તેના અનેક ચમત્કાર બતાવ્યા હતા. જય આજે પણ પાણીનો કુંડ છે જે દૂરથી ઉકડતું પાણી દેખાય છે પરંતુ પણ ઠંડુ છે. જ્વાળાદેવીના મંદિરથી થોડે દૂર નગીની માતાનું મંદિર છે. ત્યાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં મેળાનું આયોજન થય છે, જ્વાળાદેવીના મંદિરની જ્યોત બહાર થી સોનાની મઢી છે, ઘણા પરત્નો થકી પણ આ જ્યોત આ જે પણ સળગતી રહે છે. તો તમે પણ જ્યોત સ્વરૂપે બિરાજમાન માતાજીના દર્શન કરી શકો છો.




Next Story