Connect Gujarat
ગુજરાત

ખેડા : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરી મેળાનું આયોજન કરાયું…

ખેડા : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરી મેળાનું આયોજન કરાયું…
X

મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ-૨૦૨૩” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને તા. ૦૨/૦૮/૨૦૨૩ ના રોજ બીજા દિને બેટી બચાવો બેટી પઢાવો દિવસ અંતર્ગત ડૉ. ભીમરાવ આંબેડકર હોલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આઇ.સી.ડી.એસ. વિભાગ ખેડાના સંયુકત ઉપક્રમે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કિશોરી મેળામાં સી.ડી.એચ.ઓ. દ્વારા PCPNDT એક્ટ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, અને રમત-ગમત ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો થીમ પર ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે નગરપાલિકાના પ્રમુખ રંજન વાઘેલા, મહિલા મોરચાના પ્રમુખ નલિની પટેલ, આરોગ્ય વિભાગમાંથી સી.ડી.એચ.ઓ, દહેજ પ્રતિબંધક અધિકારી હીના ચૌધરી, સી.ડી.પી.ઓ પ્રજ્ઞાબેન તથા ગીતાબેન, જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી લીગલ કમ પ્રોબેશન ઓફીસર કિર્તી જોષી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાંથી પેનલ એડવોકેટ ચરૂલત્તા એન. પડિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કિશોરીઓ, સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓએ પણ હાજરી આપી હતી.

Next Story