Connect Gujarat
દુનિયા

કોરોના વેક્સિન એસ્ટ્રાઝેનેકા માર્કેટમાંથી પરત ખેંચવાનો નિર્ણય....

બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો નિર્ણય લીધો છે.

X

બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ વિશ્વભરમાંથી તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસો પહેલા, આ કંપનીએ બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેની કોવિડ -19 રસી ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ અથવા TTS જેવી આડઅસરનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે આ ફોર્મ્યુલા સાથે ભારતમાં કોવિશિલ્ડ તૈયાર કરવામાં આવી છે. આ પછી વિશ્વભરમાં વેક્સીનને લઈને હોબાળો થયો હતો.

જોકે, AstraZeneca કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આડ અસરને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો નથી. વ્યવસાયિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બજારમાં ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે જે ઘણા પ્રકારના વેરિયન્ટ સામે લડી શકે છે. હાલમાં, કંપની દ્વારા રસીનું ઉત્પાદન અને પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર બજારમાંથી રસી પાછી ખેંચવા માટેની અરજી 5 માર્ચે કરવામાં આવી હતી, જે 7 મે સુધી અસરકારક બની હતી.

Next Story