Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ખાતે હકડેઠઠ જનમેદની સાથે કામદાર સમાજનું મહાસંમેલન યોજાયુ

અંકલેશ્વર ખાતે હકડેઠઠ જનમેદની સાથે કામદાર સમાજનું મહાસંમેલન યોજાયુ
X

કામદાર આગેવાન ડી.સી.સોલંકીના જન્મદિન પ્રસંગની પણ કરાઈ ઉજવણી

અંકલેશ્વર મહાવીર ટર્નીંગ પાસેની વિશાળ જગ્યામાં કામદાર જાગૃતિ દિન નિમિતે કામદાર સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન અને શ્રમીક કામદાર કલ્યાણ સંઘ દ્વારા કામદાર નેતા અને એડવોકેટ ડી.સી.સોલંકીના જન્મદિન પ્રસંગ નિમિતે કામદાર સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા સહિત વિવિધ સ્થળોએ થી કામદારોનો મોટો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો.ડી.સી.સોલંકીના મિત્ર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશનના ચેરમેન પહેલાજ નિહલાની, રાષ્ટ્રીય સડક સુરક્ષા પરિષદના માજી સભ્ય બલકરન પટેલ, આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય જયંત બોસ્કી સહિત અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારો, ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કામદાર આગેવાન અને એડવોકેટ ડી.સી.સોલંકીના 67માં જન્મદિનની ઉજવણી પ્રસંગે સાંસદ પ્રફુલ્લ પટેલે તેઓનું સાલ ઓઢાડીને સન્માન કરી શ્રીફળ આપીને શુભેચ્છા પાઠવી હતી. જયારે વડોદરા કોલેજની ફેશન ડિઝાઈનર ઉક્તિ પટેલ દ્વારા પણ પોતાના હાથ બનાવટની સાલ પ્રફુલ્લ પટેલ, પહેલાજ નિહલાની સહિતના આગેવાનોને અર્પણ કરી હતી. તો અભિષેક નામના યુવાને પણ પ્રફુલ્લ પટેલ તેમજ પહેલાજ નિહલાનીની ચિત્રરૂપી ભેટ આપી હતી.

ડી.સી.સોલંકીનો જન્મદિન હોય સ્થાનિક કામદાર જગત વર્ષો થી કામદાર જાગૃતિ દિન તરીકે ઉજવે છે. ત્યારે કામદાર સમાજ દ્વારા પણ તેઓનું ફૂલોનો હાર પહેરાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કામદારોના વિશાળ જનસમુદાયે કામદાર એકતાના આ પ્રસંગે દર્શન કરાવ્યા હતા.

Next Story