Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે તંત્રની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજાય

ભરૂચ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબા રાઓલ સાથે જાણીતા કલાકાર અભેસિંહ રાઠોડ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે તંત્રની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજાય
X

ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઇ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર સ્વીપ એક્ટિવિટી અંર્તગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીના અધ્યક્ષસ્થાને ભરુચ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિલક્ષી બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબા રાઓલ સાથે જાણીતા કલાકાર અભેસિંહ રાઠોડ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન જાગૃતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Next Story