Connect Gujarat
શિક્ષણ

આર્ટ્સ સ્ટ્રીમવાળા માટે પણ છે વિકલ્પો, તમે આ ક્ષેત્રમાં મેળવી શકો છો તમારી કારકિર્દી...

12મું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની કારકિર્દીને કયા ક્ષેત્રમાં દિશા આપવી.

આર્ટ્સ સ્ટ્રીમવાળા માટે પણ છે વિકલ્પો, તમે આ ક્ષેત્રમાં મેળવી શકો છો તમારી કારકિર્દી...
X

સમગ્ર દેશમાં પરિણામ જાહેર થવાની રાહ જોવાય રહી છે. ત્યારે 12મું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની કારકિર્દીને કયા ક્ષેત્રમાં દિશા આપવી. તેમાં પણ જો વિદ્યાર્થી આર્ટસ સ્ટ્રીમમાંથી 12મું પાસ થવા જઈ રહ્યો હોય તો વિદ્યાર્થીઓને વધુ સારી કારકિર્દી બનાવવાની ચિંતા વધી જાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓએ આર્ટસ સ્ટ્રીમમાંથી 12મું પાસ કર્યું છે તેમની પાસે અન્ય ક્ષેત્રોની સરખામણીમાં વધુ સારું ભવિષ્ય બનાવવાની તકો છે. આવા વિદ્યાર્થીઓ ટીચિંગ, લો, મેડિકલ, મેનેજમેન્ટ, જર્નાલિઝમ અને અન્ય ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે.

જો તમને અધ્યાપન ક્ષેત્રમાં રસ હોય તો 12માં પછી તમે 4 વર્ષના BA B.Ed, B.Sc B.Ed, B.El.Ed, D.El.Ed કોર્સમાં એડમિશન લઈને આગળ વધી શકો છો. આ ઉપરાંત, આર્ટ્સમાં બીએ કર્યા પછી, તમે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે પણ પ્રયાસ કરી શકો છો.

જો તમે આર્ટસ સ્ટ્રીમમાંથી 12મું પાસ કરવા જઈ રહ્યા છો તો તમારી પાસે કાયદાના ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવવાની તક છે. આ માટે હવે તમે 12મા પછી તરત જ 5 વર્ષના ઈન્ટિગ્રેટેડ કોર્સ BA-LLBમાં એડમિશન લઈ શકો છો. આ સિવાય કાયદામાં કરિયર બનાવવા માટે તમે પહેલા BA કરી શકો છો અને તેના LLB કોર્સમાં એડમિશન લઈ શકો છો.

કાયદા ઉપરાંત, તમે (BBA બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન), BMS (બેચલર ઑફ બિઝનેસ સ્ટડીઝ), BHM (બેચલર ઑફ હોટેલ મેનેજમેન્ટ), રિટેલ મેનેજમેન્ટ (ડિપ્લોમા) જેવા મેનેજમેન્ટ ક્ષેત્રના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ લઈ શકો છો.

જો તમને ન્યૂઝ રાઇટિંગ, રિપોર્ટિંગ, એન્કરિંગ, કન્ટેન્ટ રાઇટિંગમાં રસ હોય તો તમે જર્નાલિઝમનો કોર્સ પણ કરી શકો છો. તેમાં ડિગ્રી અને ડિપ્લોમા બંને કોર્સ ઉપલબ્ધ છે. 12મી પછી તમે BJMC (બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન) કરી શકો છો. BJMC પછી તમે ઉચ્ચ શિક્ષણ માટે MJMC (માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન) ડિગ્રી પણ મેળવી શકો છો. આ સિવાય તમે આ ક્ષેત્રમાં ડિપ્લોમા કોર્સ પણ કરી શકો છો.

Next Story