Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : સાંગોલા તાલુકાના બાદલવાડીમાં વોટિંગ દરમિયાન એક મતદારે EVM મશીનમાં આગ ચાંપી, યુવકની કરાય ધરપકડ

મહારાષ્ટ્ર : સાંગોલા તાલુકાના બાદલવાડીમાં વોટિંગ દરમિયાન એક મતદારે EVM મશીનમાં આગ ચાંપી, યુવકની કરાય ધરપકડ
X

મહારાષ્ટ્રમાં આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક મતદારે ઈવીએમ મશીનને આગ ચાંપી દીધી હતી. મતદાન મથક પર હાજર અધિકારીઓએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. સાંગોલા તાલુકાના બાદલવાડીમાં આ ઘટના પ્રકાશમાં આવી છે.

મહારાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન એક યુવકે ઈવીએમને આગ લગાવી દીધી હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઈવીએમમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના માધા મતવિસ્તારમાં બની હતી. આ ઘટના બપોરે ત્રણ વાગ્યે બની હતી. આ ઘટનામાં બે ઈવીએમ અને મતદાન સંબંધિત ટેકનિકલ સામગ્રી બળી ગઈ હતી.

એક મતદારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પેટ્રોલ રેડીને તેને આગ લગાવી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Next Story