Connect Gujarat
દુનિયા

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 29 વ્હેલના મોત, 160 વ્હેલ બીચ પર ફસાય હતી

દરિયાકાંઠે 29 પાયલટ વ્હેલ મૃત્યુ પામી. ઓસ્ટ્રેલિયાની પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે જણાવ્યું હતું કે પિયા કોર્ટિસ બીચ પર ગુરુવારે લગભગ 160 વ્હેલ આવી હતી.

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 29 વ્હેલના મોત, 160 વ્હેલ બીચ પર ફસાય હતી
X

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 29 પાયલટ વ્હેલ મૃત્યુ પામી. ઓસ્ટ્રેલિયાની પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે જણાવ્યું હતું કે પિયા કોર્ટિસ બીચ પર ગુરુવારે લગભગ 160 વ્હેલ આવી હતી. જેમાંથી 130ને બચાવી લેવામાં આવી હતી જ્યારે લગભગ 29નાં મોત થયાં હતાં.વ્હેલના ફરી કિનારે આવવાના ભયથી સ્પોટર પ્લેન અને અનેક હોડીઓ દ્વારા તેમને મોનિટર કરવામાં આવી રહી છે. મરીન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે બીચ પર આવ્યા પછી પાયલટ વ્હેલ મોટાભાગે માત્ર 6 કલાક સુધી જીવિત રહી શકે છે.ઓસ્ટ્રેલિયાની વાઇલ્ડલાઇફ સર્વિસ મૃત પાઇલટ વ્હેલના સેમ્પલ એકત્રિત કરશે અને તેની તપાસ કરશે. આ વ્હેલ શા માટે કિનારે આવી તે અંગે હજુ સુધી માહિતી મળી નથી. આમાં મોટે ભાગે માદા વ્હેલ અને તેમનાં બાળકોનો સમાવેશ થતો હતો.ન્યૂયોર્ક ટાઈમ્સે નિષ્ણાતોને ટાંકીને કહ્યું કે પાઈલટ વ્હેલ સામાજિક છે. તેઓ એકબીજાની ખૂબ કાળજી લે છે. સામાન્ય રીતે જ્યારે વ્હેલ બીમાર પડે છે અથવા કિનારે ફસાઈ જાય છે, ત્યારે અન્ય પાયલટ વ્હેલ તેમને બચાવમાં માટે કિનારે આવી જાય છે.

Next Story