Connect Gujarat
ભરૂચ

નર્મદા: AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારીથી કોઈ ફરક નહીં પડે: મનસુખ વસાવા

ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા ઉમેદવાર ઉતારવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.

X

ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા ઉમેદવાર ઉતારવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા ઉમેદવાર ઉતારવાની જાહેરાત બાદ લઘુમતી મતનું તૃષ્ટિકરણ થવનો ભય સજાયો છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઔવેસીને AAPના સહયોગી ગણાવ્યા છે.ઔવેસીની પાર્ટી AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી પર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.ઔવેસી અને આમ આદમી પાર્ટી એકબીજાને પૂરક છે તેવું મનસુખ વસાવા કહી રહે છે. છોટુ વસાવાની એન્ટ્રીથી ભાજપને કોઈ નુક્સાન નહીં તેવો મનસુખ વસાવા વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.5 લાખની વધુ મતની લીડથી ભાજપ ભરૂચ બેઠક જીતશે તેવો મનસુખ વસાવાને દ્રઢ વિશ્વાસ છે. આદિવાસીના અધિકાર માટે ભાજપે કરેલા કામના કારણે મતદાર ભાજપનેજ મત આપશે તેમ મનસુખ વસાવા જણાવી રહ્યા છે.

Next Story