Connect Gujarat
ધર્મ દર્શન 

શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ.......

શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ.......
X

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાનું અનેરું મહત્વ હોય છે. પુજા વખતે શિવલિંગ પર દૂધ, દહીં, મધ, પુષ્પ, ધતૂરા, બિલીપત્ર વગેરે સહિત ઘણી વસ્તુઓ ચડાવવામાં આવતી હોય છે. તેમાની એક છે ‘શિવા મુઠ્ઠી’. જેમાં 5 પ્રકારના અનાજ શિવલિંગ પર અર્પિત કરવાનું ખાસ વિધાન છે. આ પાંચ પ્રકારના અનાજ ક્યાં છે તે આવો જાણીએ...

શિવલિંગ પર ચડાવો અક્ષત

· શિવલિંગ પર ચોખા ચડાવવા ખુબ જ શુભ માનવામાં આવે છે. ચોખા ચઢાવવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. ચોખા ચઢાવવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. તંગી દેવું વગેરે મુશ્કેલીઓ દૂર થાય છે. ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ. તૂટેલા નહિ.

શિવલિંગ પર ચડાવો તુવેરની દાળ

· શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃધ્ધિનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. આ દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે.

શિવલિંગ પર ચડાવો કાળા તલ

· શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભદાયી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી પિતૃ દોષ શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે. રાહુનો દુષ્પ્રભાવ પણ ઘરમાંથી ખતમ થવા લાગે છે.

શિવલિંગ પર ચડાવો ઘઉં

· શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. માતા અન્નપુર્ણા નો વાસ ઘરમાં રહે છે. તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. વૈવાહિક દંપતિએ શિવલિંગ પર ઘઉં ચડાવવા જોઈએ.

શિવલિંગ પર ચડાવો મગની દાળ

· શિવલિંગ પર મગની દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામ માં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. સાથે જ કામ સફળતાથી પૂરું થાય છે અને તેનો લાભ પણ મળે છે.

Next Story