Connect Gujarat
મનોરંજન 

રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પરથી દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તમામ તસવીરો કરી ડિલીટ

રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પરથી દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તમામ તસવીરો કરી ડિલીટ
X

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બી-ટાઉનના પાવર કપલ્સમાંથી એક છે. હાલમાં જ રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પરથી દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે ચાહકો ચોંકી ઉઠ્યા છે અને ચર્ચા શરૂ થઇ ગઇ છે કે શું કપલના સંબંધોમાં કોઈ તિરાડ આવી ગઈ છે.

જ્યારે રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી તેના લગ્નની તસવીરો હટાવી દીધી છે, તે ફોટા હજુ પણ દીપિકા પાદુકોણના એકાઉન્ટ પર જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે રણવીર સિંહે માત્ર દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તસવીરો જ ડિલીટ કરી નથી પરંતુ તેની પ્રોફાઈલ પરથી વર્ષ 2023 પહેલાની તમામ પોસ્ટ પણ હટાવી દીધી છે.

Next Story