જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર, 2 જવાન થયા ઘાયલ
શુક્રવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યાં ગુરુવારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું.
BY Connect Gujarat Desk27 April 2024 4:57 AM GMT
X
Connect Gujarat Desk27 April 2024 4:57 AM GMT
શુક્રવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યાં ગુરુવારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે. આ દરમિયાન એક નાગરિકને ખભામાં ગોળી વાગી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાંથી તેને શ્રીનગર રેફર કરવામાં આવ્યો હતો.નૌપોરા વિસ્તારમાં એક મકાનમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો અને ત્યાં અથડામણ થઈ. ગુરુવારે રાત્રે અંધારું થતાં કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આજે સવારે ફરી ગોળીબાર શરૂ થયો હતો જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Next Story